________________
૨૯
શતક દડું : ઉદ્દેશક-૩ ,
, આ પાંચ ક્રિયાઓથી મહાભય કર કર્મોની ઉપ જેના થાય છે. કેમકે–પરહત્યા, આત્મહત્યા, પરવંચકતા, પરસ્ત્રીગમન, મર્યાદાતીત પરિગ્રહ અને દ્વેષ તથા વેરથી ભરેલું મન, આ બધા પાપ છે-મહાપાપ છે અને દુર્ગતિમાં લઈ જનારા ઘેર કર્મો છે.
() મસવ–એટલે લાખોકરોડે વર્ષો સુધી પણ ફરીથી મનુષ્ય અવતારની પ્રાપ્તિ ન થાય તેવા ભયંકર કર્મોના ઉપાર્જન કરવાના મૂળ કારણરૂપે મહા આશ્રવ છે જેને લઈને મિથ્યાત્વના નશામાં માણસ મહા હિંસક, મહા અસત્યવાદી, મહા ચેર, આજીવન મિથુનકર્મમાં મગ્ન રહેનારે અને પરિગ્રહ પ્રત્યે અત્યંત આસક્તિ રાખનાર, હજારો-લાખે માણસ સાથે વરવિધ-કષાય-કલેશ-મારફાટ આદિ કાર્યો કરે છે, કરાવે છે અને કરનારને આશ્રય આપે છે, અને પોતાના આત્માને કર્મોના ભારથી ઘણે જે વજનદાર બનાવી દુર્ગતિના ઊંડા ખાડામાં પડે છે. જ્યાંથી પાછા મનુષ્ય અવતાર પ્રાપ્ત કરે ઘણે જ દુર્લભ છે
(૪) માસ એટલે કે ભવ ભવાતરના હિંસાત્મક કાર્યોના ફળ સ્વરૂપે મનુષ્ય અવતાર પામ્યા છતાં પણ સર્વથા અસહ્ય અસાતા વેદનીય કર્મને લઈને શરીરના ભયંકર રેગેને સહન કરતે રીબાઈ રીબાઈને જીવન પૂરું કરે છે. ઉપચાર કરીને થાકી ગયા પછી પણ વેદનાથી છૂટકારો નહીં થતા ફરીથી વેદનાવશ આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જીવન પૂરું કરે છે.
અર્થ અને કામના સાધને મેળવવા માટે ઘણા પ્રકારે માન સિક વેદનાઓ ભેગવવી પડે છે. મેળવેલા અર્થ અને કામના ભગવટામાં ઘણું હાડમારીઓ ભેગવવી પડે છે. અને છેવટે રૌદ્રધ્યાનમાં જ જીવનને અંત આવે છે.