________________
શતક ૬ઠું : ઉદ્દેશક-ર જીને આહાર :
આ ઉદેશક આહાર સંબંધી છે. પરંતુ આ સંબંધી હકીકત “પ્રજ્ઞાપના સૂત્ર માં જવાની કહી છે.
પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા આહાર પદમાં જીવમાત્રના આહાર સબંધી વિસ્તૃત હકીકત છે. દાખલા તરીકે –
પૃથ્વી વગેરેના જીવો જે પદાર્થ ખાય છે, તે સચિત્ત છે, અચિત્ત છે કે બંને જાતનો ? જીવોને થતો આહારનો અભિલાષ, કયા જીવને કેટલા કેટલા વખતે આહારની જરૂર પડે છે ? આહાર માટે કઈ કઈ ચીજને વાપરવામાં આવે છે ? આહાર કરનારો જીવ પિતાના આખા શરીર દ્વારા આહાર લે છે કે બીજી રીતે ? ખાવા લીધેલાં પુદગલોનો કેટલામો ભાગ ખવાય છે ? ખાવા માટે મુખમાં લીધેલા બધા પુદગલે ખવાય છે કે એમાંના કેટલાક પડી પણ જાય છે. ખાધેલી ચીજોનાં કેવા કેવા પરિણામે થાય છે ? જે જી એકેદ્રિયાદિ જીનાં શરીરનું ભક્ષણ કરે છે તે કેવી રીતે ? કેમ ? માહાર ને રોમાહાર ક્યો ? અને ક્યા ક્યા છે કઈ કઈ રીતે આહાર કરે ?