________________
૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ એકાકાર થઈ જાય છે. તેમ આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર આઠે પ્રકારની કર્મવર્ગણ પ્રતિસમય લાગતી જાય છે. વધારે લાગતી જાય છે અને બને દૂધ અને સાકરની માફક એકાકાર થઈ જાય છે. | મલિન વસ્ત્રને સાબુના પાણીમાં નાખીએ, ધેકાથી કુટીએ તેથી મેલ છૂટે પડી જાય છે અને વસ્ત્ર પિતાને શુદ્ધ સ્વરૂપમાં આવે છે તેમ કર્મોના કારણે આત્માને પણ ભય કર વેદના ભેગવવી પડે છે. જે મેહવાસિત આત્મા છે તે રીબાતા રીબાતા હાયપીટ કરતાં કરતાં કર્મોને ભેગવે છે. જયારે જ્ઞાનવાસિત આત્મા હસતે મુખે ભગવે છે. પહેલામાં છઠ્ઠી અને સાતમી નરકના આત્માઓ છે, જે ભયંકર વેદનાઓ ભેગવવા છતાં પણ કર્મોની નિર્જરા ઓછી કરનારા હોય છે. બીજા ઉદાહરણમાં ! પ્રતિમા સંપન્ન મુનિરાજે છે, જેઓ પોતાના કર્મોની નિર્જરા માટે વધારે પડતું કષ્ટ જાણી બૂઝીને સહન કરે છે. માટે તેમને પણ વેદના વધારે હોય છે. સાથે સાથે કર્મોની નિર્જરા પણ વધારે હોય છે. શૈલેશી પ્રાપ્ત મુનિરાજોને વેદના બહુ જ અપ હોય છે અને નિર્જરા મોટી હોય છે. જ્યારે અનુત્તરપપાતિક દેને વેદના પણ અલ્પ અને નિર્જરા પણ અ૫ હોય છે.
1
0
? પ્રથમ ઉદેશ સમાપ્ત. ?
ઝ