________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મહાદુઃખદાયી હોય તો પણ તે આત્મા પિતાની જબરદસ્ત આત્મશક્તિ વડે–
ભૂખના દુખ સમયે તપશ્ચર્યા દ્વારા, રોગના હુમલા સમયે આત્મસંયમ દ્વારા અને આર્થિક દુ:ખના સમયે સતેષભાવ ધારણ કરીને, અને કામદેવના પ્રતિકાર માટે કડકાઈ પૂર્વક આત્મ નિયં ત્રણ ઇત્યાદિ શુદ્ધ આરાધનાના પ્રતાપે પોતાના અશુભ કર્મોનું શુભભાવમાં સંક્રમણ કરશે આ બધું કર્મકરણને આભારી છે.
આત્માની સંપૂર્ણ શક્તિઓને દબાવી દેનારા ઘાતી કર્મોને સર્વથા નાશ થયા પછી કેવળજ્ઞાની ભગવાનને આ કર્મકરણ સર્વથા કમજોર થઈ જવાથી બીજા કરણે પણ નબળા બને છે. અર્થાત્ તેમની સત્તા નહિવત્ રહેવા પામે છે. અને શૈલેશી અવસ્થા પછી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા જ સૌથી પ્રથમ કર્મ કરણના ભૂક્કા ઉડે છે. ત્યારપછી ત્રણે કર્મોની સત્તા પણ સમાસ થાય છે.
અત્યંત દુઃખદાયી કર્મોના પિંજરામાંથી સર્વથા મુક્તિ મેળવવી એનું જ નામ અનંત સુખ છે. ઔદાયિક ભાવને સંપૂર્ણ નાશ કરી ક્ષાયિક ભાવ મેળવવા આનુ નામ અનંત સુખ છે. એટલે કે દુઃખને નાશ એ જ સુખ છે
સિદ્ધ ભગવંતે અનંત સુખી એટલા માટે છે કે તેમને એકે કરણ નથી.