________________
શતક ૬ઠું ઉદ્દેશક-૧
૧૫ કર્મોના ઉદયકાળે સુખ તથા દુઃખ ભોગવવા માટેના ઉત્કૃષ્ટતમ સાધન રૂપે “કરણની પ્રાપ્તિ સૌ ને જુદી જુદી હોય છે
પૂર્વભવીય પુણ્યના પ્રભાવે તથા પાપના કારણે જીવાત્માને આ ભવમાં જે સુખ તથા દુખ ભોગવવાના છે, પણ પ્રશ્ન એ થાય છે કે તે સુખ અને દુઃખને આ જીવાત્મા કયા સાધનથી ભગવશે? કેમકે આત્મા સ્વતઃ અમૂર્ત છે અર્થાત્ આકાર વિનાનો છે.
ત્યારે સંસારના સ્વરૂપને યથાર્થરૂપે જાણનારા અને તે પ્રમાણે જ કહેનારા યથાર્થવાદી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે–જીને સુખ-દુઃખ જોગવવા માટે ચાર કરો હોય છે. ૧. મનઃકરણ, ૨. વચનકરણ, ૩. શરીરકરણ, ૪. કર્મકરણ. આ કરણોના માધ્યમથી જ સૂફમનિમેદના જીથી લઈને ઈન્દ્ર ચકવતી અને તીર્થ કરે પણ સુખ-દુઃખના ભક્તા બને છે. કેમકે यत्र यत्र कर्मणा कर्तृत्व तत्र तत्र कर्मणा भोक्तृत्वमपि अस्ति एव । - અત્યન્ત પાપકર્મ પૃથ્વીકાયિક, અપૂકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, તથા વનસ્પતિકાયિક જીવને ચાર કરણોમાંથી કેવળ કાયકરણ અને કર્મકરણ જ હોય છે. અને બીજા કરણ એટલે વચનકરણે અને મનકરણ તે તે અનંતાનંત જીને નથી હોતું; માટે જ પિતાની અસહ્ય વેદનાઓને જીભના અભાવમાં બીજા એને કહી પણ શક્તા નથી, અને મનો.કરણના અભાવે માનસિક વિચારણા પણ તેમની પાસે હોતી નથી. આ પ્રમાણે પિતાના જ કરેલા કર્મોને કારણે સર્વથા અસ્પષ્ટ વેદનાઓને ભેગવતા તે જીવને ઘણું લાંબા કાળ સુધી ત્યાં જ રહેવાનું હોય છે.
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને નિકૃષ્ટતમ પાપના ઉદયે મનઃકરણને અભાવ હોવાથી બાકીના ત્રણે કરણાથી