________________
૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઝાડનું એક પણ પાંદડુ બીજા પાંદડા જેવું નથી હોતું. થોડો ઘણે તે ફેરફાર હોય જ છે. તે જ પ્રમાણે કર્મ સત્તાની જાળમાં ફસાયેલા જ એક બીજાથી સર્વથા કે અશતઃ જુદા હોય જ છે. કારણ કે જીવ માત્રના કર્મો જુદા જુદા છે. તેથી તેના ફળમાં પણ જુદાઈ રહેવાની જ. તેથી શરીરના અમુક આકારે એક જીવ બીજાથી મળતું હોય તે પણ કાંઈક ભિન્નતા તો રહેવાની જ. છેવટે સ્વભાવમાં પણ ફેરફાર જરૂર જોવા મળશે. સ્વભાવમાં એકતા જણાશે તે શરીરના અંગોમાં–અંગોપાંગમાં ફરક જોવા મળશે. બે જીવેની આંખ સરખી હશે તે નાકમાં ફરક હશે વજન અને લંબાઈ સરખા હશે તે છેવટે રંગરૂપમાં જુદાઈ જણાશે . આ પ્રમાણે એક બીજાથી સર્વથા જુદા અનંતાનંત જીવોની સુષ્ટિ આપણે સૌ પ્રત્યક્ષ નિહાળીએ છીએ. તેનું કારણ કેવળ કર્મોની વિચિત્રતા જ છે
ભવ ભવાંતરમાં મહવાસનાને વશ બની જેવાં કર્મો ઉપાજ્ય હોય છે, તેમનો ઉદય પણ તેવા પ્રકારના હોવાથી પ્રત્યેક જીવોની શક્તિ જુદી જુદી હોય છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા વનસ્પતિકાયના અન તાનંત સ્થાવર જીને જિહ્વેન્દ્રિય ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના આવરણને ઉંદય હોવાથી તેજીને જીભ, નાક, આખ અને કાન ઈન્દ્રિયને સર્વથા અભાવ હોય છે. જ્યારે સંસારના બહુ થોડા જીવને જીભ, નાક, આંખ, કાન ઈન્દ્રિની પટુતા જોવામાં આવે છે તેમાં પણ કોઈને મન નથી મળ્યું અને બીજાને વિચારશક્તિનો અભાવ હોય છે એકને કાન અને આંખ મળી છે, ત્યારે પંચેન્દ્રિય હોવા છતાં પણ મૂંગાપણું સાથે લઈને અવતર્યો છે તે કારણે જ શુભાશુભ