________________
૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૂર્વભવીય કર્મોની સત્તા અત્યંત વિચિત્ર હોવાના કારણે તથા વર્તમાન ભવની રાગ-દ્વેષ–મોહ વાસના તથા માયા પ્રપંચની ભાવના પણ વિચિત્રતમ હોવાને લીધે માણસ માત્રના અધ્યવસાયમાં તીવ્રતા–તીવ્રતરતા અને તીવ્રતમતા હોય છે, અને સાધને પણ જુદા જુદા હોય છે તેથી કર્મોના બંધનમાં તેમજ ઉદયમાં પણ ફરક પડે છે તેથી કરીને કેઈક કર્મોના ઉદયકાળમાં વેદના ઘણું જ હોય છે, પરંતુ આત્માની શક્તિ દબાઈ ગયેલી હોવાથી કર્મોની નિર્જરા બહુ જ અલ્પ હોય છે
જ્યારે અમુક કર્મોના ઉદયમાં વેદના સીમાતીત જોગવવી પડે છે. સાથે સાથે આત્મજાગૃતિ સ ય મારાધના અને જ્ઞાનમાત્રાના આધિકયથી કર્મોની નિર્જરા પણ પુષ્કળ હોય છે.
આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીએ ફરમાવ્યું અને સાધકે પોતાના કર્મોની નિજ રા અર્થે વિશેષ પ્રકારે પિતાની સાધનામાં સાવધાન થયાં
એ
.
Dr
.
S
s
",
a
ntil
જ૮,
છે.