________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ “હું શ્રીમંતની પુત્રી છું. કરીયાવરમાં અગણિત ધનરાશિ લાવી છું, છતાં મારે માટે વારે. પુરુષને રેજ મૈથુન સેવવું છે અને સ્ત્રી પાસે બલાત્કારે શિયલ પળાવવું છે? આ કયાંને ન્યાય ? મારો પતિ મારૂં માને કે ન માને મારે પોતાને જ મારે રસ્તે સરળ કરી લેવું જોઈએ.” આમ દુર્થોન વધતું ગયું. રોમે રોમમાં હિંસક ભાવનાએ જે કર્યું. અને ગમે તે માગે પણ મારે મારી શક્યોને યમને ઘેર પહોંચાડી દેવી જોઈએ અને મારે માર્ગ નિષ્કટક બનાવવો જોઈએ. ગાનુ
ગ એક દિવસે ચાર સ્ત્રીઓને ઉપવાસના પારણે પિતાને ત્યાં આમંત્રણ આપે છે અને પારણની બધી વસ્તુઓ વિષમિશ્રિત કરી તેમને પારણું કરાવે છે અને તે ચારેના મૃત્યુ થાય છે. બાકીની આઠ સ્ત્રીઓને પણ મારી નાખવા પિતાના પિતાના ઘરેથી અત્યંત ખાનગીરૂપમાં ગુંડાઓને બોલાવ્યા અને આઠે શાક્યોને ઘાતકી રીતે મારી નાખવામાં આવી.
મિથુન કર્મમાં અત્યંત આસક્ત બનેલી આ રેવતીએ કેવળ પોતાના વૈષયિક સુખની તૃપ્તિ માટે પોતાની શક્યોને આવી રીતે મારી નખાવ્યા પછી સ્વછંદી બનેલી રેવતીનું જીવન અત્યંત કલુષિત અને મર્યાદાતીત થતું ગયું. અને પછી તે એક પાપ બીજ પાપને આમંત્રણ આપે તેમ રેવતીના જીવનમાં શરાબપાન અને માંસાહાર આદિના દુર્ગુણે પણ પિતાની મર્યાદા વટાવી ગયા અને તે મરીને નરકની મહેમાન બની.
પરિચહ વધારવામાં અત્યંત લેભા બનેલાના દષ્ટાંત શાસ્ત્રોમાં ભરપૂર ભર્યા પડ્યા છે. કાળા કામને કરનાર ધવલ શેઠ, મખીચૂસ મમ્મણ શેઠ, રાજ્યસત્તાના દુરુપયેગમાં જ ધર્મને માનનારા દુર્યોધન; આખી જીંદગી સુધી બીજાઓને લૂંટવામાં, તેમના રાજ્યને કજે કરવામાં, નવી નવી સ્ત્રીઓને