________________
શતક હું ઃ ઉદ્દેશક-૧ રસોઈ બનાવવાનો વારો આ નાની વહુ રૂપરૂપના અંબાર જેવી હતી. ભણેલી પણ હતી. અને તેથી તે પોતાની જાતને બહુ જ હોંશિયાર માનતી હતી. ફલસ્વરૂપ તેની જીભમાં કડવાશ હતી, હાથમા કૃપણુતાએ વાસ કર્યો હતો, માથામાં ગર્વ ભરાઈ બેઠો હતો, હૃદયમાં તુચ્છતા અને પેટની છીછરી હતી. એક દિવસ પિતાની સાસુ, નણદે અને જેઠાણીઓ સાથે ખૂબ ઉદ્ધતાઈભર્યો વર્તાવ કર્યા પછી સમયસર રસેઈ બનાવી નિવૃત્ત થઈ. એ વખતે એના મનમાં એવા વિચારો ઘોળાતા હતા કે આજની મારા હાથની રસોઈ જમ્યા પછી જેઠાણીઓના ગર્વ ગળી જશે. સાસુ અને નણદની જબાન બંધ થઈ જશે. સસરાજી અને જેઠો તે મારા વખાણ જ કરશે આવા વિચારોમાં ડૂબેલી તે વહુએ પિતાની સેઈની ફરીથી પરીક્ષા કરવા માટે શાકનું એક ફેડવું પિતાની જીભ ઉપર મૂકયું. યૂ-ધૂ કરતાં તે બાઈએ બધુ શાક યૂકી નાખ્યું. વિષ કરતાં પણ ભયંકર કડવાશ તે શાકમાં હતી બાઈ સમજી ગઈ કે તે શાક કડવી તુ બડીનું રંધાઈ ગયું છે. પણ હવે કરવું શું ? ફેંકી દેવામાં ખાસ કાંઈ બગડી જતું ન હતું પરંતુ મનની મલીનતા અને જીવનમાં ગર્વની માત્રા વધારે હોવાથી તેના મનમાં આવા ભાવ ઉત્પન્ન થયા – ૧ આ શાક બધા ખાશે તે મરણને શરણ થશે જે મને જરાએ
ઈષ્ટ નથી.
૨. ફેકી દેવામાં જેઠાણીઓની મશ્કરી અને નણંદને ઉપાલંભ
ઠપકે સહન કરવું પડશે, જે મારા સ્વભાવથી વિરુદ્ધ છે. ૩. ઘી, હીંગ, જીરુ આદિ મસાલાને અપવ્યય થવાથી પતિના
ચંગ વચને પણ સહન કરવા પડશે.