________________
કેટલાક અભિપ્રાયે
૫૯
જ પૂર્ણિમાના ચંદ્ર જે ખીલી ઉઠે છે. એટલે આ સંત પુરૂષમાં વિદ્વત્તા સાથે અન્ય આત્મિક ગુણો સવિશેષ હેવાને પરિચય થયા છે. તેઓશ્રીને સંપ્રદાયની કોઈ પકડ નથી, પ્રસિદ્ધિની કઈ પરવા નથી, અહંની કેઈ આળ-પંપાળ નથી, સ સારીઓની સાથે ઝાઝો અંતરંગ સ બંધ નથી માત્ર નામી કે અનામીપણે રહી ઉપકારના ઢગ ઠાલવવા એ જીવન-મત્ર છે બાલ બ્રહ્મચારી છે શિવપુરી–ગુરુકુળમાં ગુરુની સાન્નિધ્યમાં રહી શાસ્ત્રને ઊંડે અભ્યાસ કરેલ છે. હાલ તેમના દીક્ષા પર્યાયને ઓગણચાલીસ વરસ પૂરા થયા છે ઘણું કરી દર સાલ પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી વ્યાખ્યાન વાંચે છે. આ બધી યેગ્યતાને લીધે તેઓ ભગવતી સૂત્ર જેવા ઊંચા ગ્રંથ ઉપર ઉત્તમ વિવેચન કરી શકે એ સ્વાભાવિક છે. એટલે આ વિવેચન ઉપર મારે બે શબ્દ લખવા એ બાલચેષ્ટા કરવા બરાબર છે. વળી શાસનના તેઓ સાચા સૈનિક છે. કેઇની શરમ કે શેહમાં તણાયા સિવાય શાસનમાં સંગઠન અને ઐક્યતા ઉપર સચોટ પ્રકાશ પાડવામાં અડીખમ છે.
મને તેઓશ્રી પ્રત્યે જે અનહદ આદરભાવ છે, તે માત્ર કપિત નથી પણ પ્રત્યક્ષે કારણેને આભારી છે
-હરિલાલ ડી. શાહ, બી એ.
(દહેગામકર)
(
૪
, આપે કૃપા કરી મને “શ્રી ભગવતીસૂત્ર સાર-સંગ્રહ ભાગ-૧ ભેટ મોકલે તે માટે આભારી આપે તેમાં “સમાચના :