________________
૫૯ ૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૂ પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મ. સા. શ્રુતજ્ઞાનના સારા અભ્યાસી હોવા ઉપરાંત વેધક પ્રકાશ પાડનાર એક વક્તા પણ છે. આવા વિદ્વાન સંત પુરૂષે ભગવતી સૂત્ર જેવા ઉચ્ચ કોટિના ગ્રંથ ઉપર વિવેચન કરેલું હોઈ તેના ઉપર મારા જેવા પ્રાથમિક અભ્યાસીએ બે બેલ લખવા તે બાલચેષ્ટા લાગે છે હીરાની કિંમત ઝવેરી આંકી શકે. સરકારી (શાક) વેચનારને તેની ગતાગમ ન હોય.
કેઈ પણ પુસ્તક કેટલા દરજજે પ્રમાણભૂત ગણાય તેને આધારે તેના રચયિતા કેણ છે? તેને શાસ્ત્રાભ્યાસ કેટલે ચારિત્ર્ય કેટલું ઉજ્જવલ? અને આત્માનુભૂતિ કેટલા પ્રમાણમાં થયેલી જોવાય છે ? તેના ઉપર અવલ બે છે. પુસ્તક લખવાને હેતુ તે સત્ય( આત્મ ધર્મના પ્રચારાર્થે હોય છે.
સત્ય(આત્મધર્મ એ કોઈ બાહ્યાડંબર કે બજારુ વતુ નથી અંતરના અતલ ઊંડાણમાં ઉતરવાનું એક વિજ્ઞાન છે. જે પૂર્ણતા તરફ લઈ જાય છે. માનવમાત્ર પૂર્ણતા ઝંખે છે. પછી તે ભૌતિક પૂર્ણતા હોય કે અધ્યાત્મિક પૂર્ણતા હેય જગતનો વિશાળ સમુદાય ભૌતિક પૂર્ણતા ઝખે છે આત્મિક પૂર્ણતાને ઝંખનારની સંખ્યા અલ્પ હોય છે.
આત્મિક પૂર્ણતા માત્ર શાસ્ત્રના અભ્યાસથી આવી નથી જતી. આત્માના બીજા આવશ્યક ગુણે જેવા કે નિઃસ્પૃહતા, નિર્ભયતા, નિડરતા અને મનની નિર્મળતા વગેરે મુખ્ય ભાગ ભજવે છે.
જ્યારે જ્યારે પૂજ્ય પં શ્રી પૂર્ણાન દવિજયજી મહારાજ સાહેબનું નામ યાદ કરું છું, ત્યારે ત્યારે પૂર્ણતા શબ્દ મને ચેતનવ તે બનાવે છે. કેમ કે ઉપરોક્ત આત્મિક ગુણોનું મને તેમનામા બીજના ચંદ્રમા જેવું દર્શન થાય છે. બીજને ચંદ્રમા