________________
કેટલાક અભિપ્રા
૫૮૯ ઉપકારક ગ્રંથની એક નકલ મેકલી મને જ્ઞાન–પ્રસાદીને આસ્વાદ કરાવ્યું છે, એ માટે ખૂબ જ ઉપકૃત છું.
ભગવતી સૂત્ર એક માર્મિક, સાત્વિક ને તાત્વિક ગ્રંથ છે. જેને આપશ્રીએ અનેકવાર ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાન-પ્રવચન દ્વારા સરળ રીતે શ્રોતાઓને સંભળાવ્ય-સમજાવ્યો છે. એ અનુભવને નિચેડ આપશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં ઠાલવી એને સુંદર રીતે સુસજજ બનાવ્યું છે, જે જૈન સમાજ માટે એક સુઅવસર બની ગયો છે. “ગૌતમ-મહાવીરના પ્રશ્નોત્તરે અને એ દ્વારા આશ્રવ-સંવર-
નિરા, જીવ, અજીવ આદિ તનું નિરુપણ કરી વાચકને આગમનું માર્મિક જ્ઞાન સરળ રીતે ઉપલબ્ધ કરવા-કરાવવા બદલ આપશ્રીને અનેકાનેક ધન્યવાદ આપવાનું નિવારી શકતો નથી –ક્ષમશે.
પ્રસ્તુત પુસ્તકનું વાંચન શરૂ કર્યું છે. શિલીસત્ત્વ ને વિષય રસપ્રદ-જ્ઞાનપ્રદ જણાય છે. વિશેષ વાંચન-મનનથી આત્મા રસતરબળ (જ્ઞાનથી) થશે એમ જણાય છે ......”
–ડૅ. ભાઈલાલ એમ. બાવીશી એમ. બી. બી. એસ. (મુંબઈ) એફ. સી. જી. પી. (ઈડિયા)
૪ ,
શ્રી ભગવતી સૂત્ર સાર–સ ગ્રહ” નામના પુસ્તકની એક નકલ જેના સંપાદક અને વિવેચક પૂ પં. શ્રીપૂર્ણાનંદવિજયજી મ. સાહેબ છે. તેમણે મારા ઉપર મેકલી માટે અનુગ્રહ કર્યો છે. આ પુસ્તકની માગ વધવાથી તેની બીજી આવૃત્તિ છપાઈ રહી છે, એમ જાણુવા મળે છે.