________________
ભગવતીસૂત્ર સાર-સંગ્રહ ભાગ-૧ વિષે કેટલાક અભિપ્રાય
આપને પત્ર તેમજ સ્વયંસેવકો સાથે મોકલાવેલ. પાંચ ચેપડીઓ “ભગવતી સાર” નામની અમને મળી છે. તેનું વિવેચન રેચક શૈલીમાં ઘણું જ સુંદર થયું છે. આ પુસ્તક સામાન્ય બેધવાળાને અત્યંત ઉપયોગી થઈ પડશે તેવો પ્રયત્ન કર્યો છે” આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિની આજ્ઞાથી
–ઈદ્રદિન્નસૂરિ
X
“ “શ્રી ભગવતીસૂત્ર સાર-સંગ્ર” ગ્રંથની નકલ-૩ તમોએ મોકલી તે મળી ગઈ છે... તમારા પૂજ્ય ગુરુદેવ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ લખેલ આ ગ્રંથ અને તમે તેની ઉપર વિસ્તૃત વિવેચન કરેલ છે એટલે ઘણું જ સુંદર હોઈ સાધુસાધ્વીજી મહારાજને ખૂબ ઉપયોગી નીવડશે ...”
–આચાર્યશ્રી સૂર્યોદયસૂરિ x
x “ “શ્રી ભગવતી સૂત્રના વિવેચનની પુસ્તક મળી. પરમ પૂજ્ય પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબે ખૂબ શ્રમ લઈને તેને લેકગ્ય બનાવી છે. તત્ત્વની ગભીરતાને તેમણે સરળતમ ભાષામાં ઉતારી છે.
આ અપૂર્વ ગ્રંથરત્નના માધ્યમથી વીતરાગના પરમ સત્યને દિવ્ય પ્રકાશ જનમાનસ સુધી પહોંચે એ જ મારી શુભ કામના
–વિજયપધસાગરસૂરિ