________________
૫૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ __ "प्रकृष्ट रागद्वेषावि तामस राजस भावरहित तपः अस्ति વસ્થ તપસ્વી ” એટલે કે જેના તપમાં કઈ જાતને રાગ નથી, દ્વેષ નથી, બદલાની ચાહના નથી, નિયાણું નથી, તામસિક કે રાજસિક ભાવ નથી, કેવળ પિતાના આત્મા ઉપર ભવભવાંતરની લાગેલી કર્મ રજને નાશ કરવા અથે કરાતી તપશ્ચર્યાને માલિક જ તપસ્વી કહેવાય છે. જે સમ્યગદર્શન જ્ઞાનચારિત્રનો જ માલિક હોવાથી તેમને શુદ્ધ, મર્યાદિત અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
પદુગેલ પરિવ્રાજક તપ કરતો હતો પણ તેના તપમાં . આત્માની સુંદરતાને ખ્યાલ નહીં હોવાથી આત્માના પ્રદેશ સાથે ચેટેલી કમરજ જેટલી અને જે રીતે નિભૂલ થવી જોઈએ તેટલી થતી નથી, માટે હજારે પ્રકારમાંથી કદાચ એક પ્રકારનું સાચું જ્ઞાન મેળવી શકાય તે પણ બીજા પ્રકારો સર્વથા અસ્પષ્ટ હોવાથી તેટલા પ્રમાણમાં તે વિષયનું અજ્ઞાન હોય છે. વિભંગજ્ઞાન પણ અજ્ઞાન જ છે. માટે પરિવ્રાજકને કેવળ એટલે જ આભાસ થયે કે બ્રહ્મલેકનાં દેવેનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું છે અને એક સમયાદિથી વધતું તે ૧૦ સાગરોપમમાં સમાપ્ત થાય છે અને ત્યારપછી દેવે પણ હોતા નથી અને ૧૦ સાગરોપમથી વધારે કેઈની આયુષ્ય મર્યાદા પણ હોતી નથી. ! |આવી રીતને તે પરિવ્રાજક પિતાને થયેલું જ્ઞાન જ સાચું અને છેવટનું છે તેમ માનીને પિતાના આસન પરથી ઉભે થયે અને ઉપકરણને પોતાના આશ્રમમાં મૂકીને આલંભિકા નગરીમાં એકત્ર થયેલી જનતાને પોતાના જ્ઞાન માટેની વાત કરી.
પરિવ્રાજકની આ પ્રરૂપણા જનતાને રૂચિકર તેમજ સત્ય પણ લાગી નહીં.