________________
પ૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પુદગલ પરિવ્રાજકની સિદ્ધિ વક્તવ્યતા :
કેઈક સમયે ભગવાન મહાવીર સ્વામીએ આલંભિકા નગરીથી વિહાર કર્યો. પૌગલિક વિષયવાસનાનાં સુખોની ચરમ સીમા પ્રાપ્ત કરેલા કરેડ સંખ્યામાં દેવ અને દેવીએ પણ વિહારમાં સાથે હતા. જેમાના કેટલાક દેવે પ્રભુની આગળ રસ્તાઓ સાફ કરતા હતાં, કેટલાક પત્થર, કાટા અને કાંકરાઓને દૂર કરનારા હતાં, કેટલાક સુગંધી જળને છંટકાવ કરતા હતાં, જ્યારે બીજા દેવે ચામર, દર્પણ અને કળશાઓ લઈને ચાલતા હતાં દેવ દુદંભીના જયનાદપૂર્વક કેટલાક દેવતાઓ મોહનિદ્રામાં સૂતેલી જનતાને જાગૃત કરવા માટે ઉલ્લેષણ કરી રહ્યા હતાં કે, “હે ભાગ્યશાળીઓ ! મેહનિદ્રા, પ્રમાદ, આળસ્ય અને તન્દ્રા એ મૃત્યુ છે અને જિનેશ્વરદેવની વાણી અમૃત છે. કામ-ક્રોધ-લેબ અને માયા ઝેર છે, અને નિષ્કામ સમતા, સંતેષ અને સરળતા અમૃતપાન છે. માટે અનંત સંસારમાં રખડપટ્ટી કરનારા તમે સૌ જાગૃત થઈ જિનેશ્વરદેવના ચરણોમાં આવીને નતમસ્તક થાઓ, જેથી સંસારને છેદ થશે, અનત દુખેની પરંપરા નાશ પામશે તથા અનંત સુખનું સ્થાન “મોક્ષ તમને મળશે.”
ભગવંતની સાથે કેવળજ્ઞાનીઓ હતા. આવતી જેવીસી કે બીજે કયાય થનારા તીર્થકરોના જીવ પણ સાથે હતાં, ચાર : જ્ઞાનધારી રોગીઓ-મહાગીઓ પણ સાથે હતા, મુનિઓ– મહામુનિઓ અને તૃણમાત્રને પણ પર્શ ન કરે તેવા ત્યાગીઓ હતાં અને શિયળધર્મની દેદીપ્યમાન મૂર્તિઓ જેવી ચદનબાળા, મૃગાવતી જેવી અગણિત સાધ્વીઓ હતી મોક્ષાભિલાષી શ્રાવકે અને શ્રાવિકાઓ પણ સાથે હતી.
આવી રીતના ચતુર્વિધ સંઘની સાથે વિહાર કરતા દયાના