________________
૫૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ટકાયેલા છે. વધારે આગળ ન જઈએ તે ય પ્રતિવર્ષે ક૯૫સૂત્રને સાંભળી વૃદ્ધ થયેલા આપણે જાણુએ છીએ કે “પિતાની જ પુત્રી જ્યારે યુવાવસ્થાના આંગણે આવી છે, ત્યારે એક દિવસે નાન કર્યા પછી વેષ પરિધાન કરતી પુત્રીને જોઈને તેના બાપે રાજાની દાનત બગડે છે અને પુત્રીને જ પત્ની તરીકે બનાવી દે છે, અને આવી રીતના બગડેલા કે બગાડેલા ગૃહસ્થાશ્રમમાં મહાવીરસ્વામી પિતાના ૧૮માં ભવે જન્મ લે છે અને ત્યાંથી નરકના અતિથિ બને છે. આવી રીતના હજારો કથાનકે આપણી જીભ ઉપર રમી રહ્યાં છે.
આ કારણે જ આપણા ગદા વ્યવહારથી ત્રણે આશ્રમને બગાડવાનું પાપ માથા ઉપર ન લેવું હોય તે માંડેલા ગૃહસ્થાશ્રમને સુંદર, પવિત્ર અને વ્રત–નિયમમય બનાવ્યા વિના છૂટ. કાર નથી.
એક સમયે ભારતદેશ આધ્યાત્મિકતાને જનક હતું, રક્ષક હતો, પાલક હતું, અને પૂરા બ્રહ્માંડને પણ સંયમ અને આધ્યાત્મિકતાને માટે આદર્શરૂપ હતો. તેના મૂળમાં –
અહિસા ધર્મની યથાશક્ય સાધના હતી. સત્યવ્રતને જ પરમાત્મરૂપે માનનાર હતા ચેરી, લુંટ આદિથી રહિતતા હતી. સંયમ, શિયળ અને એક પત્નીવ્રત ધર્મથી દેદીપ્યમાન હતે.
પરિગ્રહમાં પણ ન્યાયસંપન્નતા, એક તેલ, એક ભાવ આદિને વ્યવહાર હતો.