________________
પ૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ
(૨) વાનપ્રસ્થાશ્રમ :
વાનપ્રસ્થાશ્રમ એટલે ઘરમાં કે કુટુંબમાં, પ્રૌઢાવસ્થામાં રહેલા કાકા-કાકી, માતા-પિતા, વિધવા બનેલી ભાભીઓ, પુત્રીઓ, બહેને, ફઈબાએ અને વૃદ્ધાવસ્થામાં આવેલા કુટુંબીઓ વાનપ્રસ્થાશ્રમી છે
(૩) સંન્યાસાશ્રમ :
સાધુ-સાધ્વી, જેગી-જતી, ત્યાગી–તપસ્વી આદિને સમાવેશ આ આશ્રમમાં થશે.
ઉપર્યુક્ત ત્રણે આશ્રમમાં વસનારા વ્યક્તિઓનું ભરણપિષણ–શિક્ષણ–વસ્ત્ર અને ઔષધ આદિને ભાર કેવળ ગૃહસ્થાશ્રમ ઉપર જ રહેલે હોવાથી, તેમને પોતાને વ્યવહાર, વ્યાપાર, રહેણી કરણ, ખાનપાન અને વસ્ત્રપરિધાન આદિ ક્રિયાઓમાં કે જીવનમાં સત્યતા, પ્રામાણિકતા, વિક્રિતા, દયાળુતા, ધાર્મિકતા, શિયળ સમ્પન્નતા આદિ સદ્ગુણેની વિદ્યમાનતા સર્વથા અનિવાર્ય છે. કેમકે ગૃહસ્થાશ્રમની બેટી ખરી અસર પ્રચ્છન્ન કે સ્પષ્ટરૂપે પણ ત્રણે આશ્રમો ઉપર પડ્યા વિના રહેવાની નથી.
માતા-પિતા યદિ દુરાચારી, અસત્યવાદી અને ગર્ભધારણ થયા પછી પણ વ્યભિચારકમ, ગંદી ચેષ્ટા, ગંદા વ્યવહાર રાખનારા હાય તથા સર્વથા નાની ઉમ્રમાં રહેલા બાલુડાઓની હાજરીમાં પણ માતા પિતાએ ગાદી મશ્કરી, દુરાચારી ચેષ્ટા અને ભેગવિલાસ માટે નિર્ણત થયેલા સાંકેતિક શબ્દોનો વ્યવહાર છેડી શકતા નથી તે તેમના ઘરે જખ્ખસ્વામી,