________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨
પ૭૩ નહીં; તે પછી મોક્ષ મેળવવાને માટે પુરૂષાર્થની પ્રાપ્તિ પણ શક્ય બની શકે જ નહીં
માટે જ ધર્મના આરાધકો બે પ્રકારના હોય છે. જેમને અનંતાનુબ ધી અને અપ્રત્યાખ્યાની મેહકર્મને ક્ષશમ કે ઉપશમ થ હોય, અથવા ગુરુકુલવાસ, સ્વાધ્યાય, તપ તથા જપ આદિના સદનુષ્ઠાન દ્વારા પોતાના ભડકેલા મેહકર્મને ઉપશમ કરવા કે વધારવા માટે જે ભાગ્યશાળી બન્યા છે તે સાધુધર્મના આરાધક બનીને મોક્ષ તત્ત્વના સાધક બને છે અને જે અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની મોહકમી છે તે સાધુધર્મ સ્વીકારી શકતા નથી.
ચરાચર સંસારના પ્રત્યેક જીવોના આત્મદલિકેની તારતમ્યતા જોયા પછી જ તીર્થંકર પરમાત્માઓએ સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મની સ્થાપના કરી છે, જે ચતુર્વિધ સંઘને માન્ય છે. યદ્યપિ સાધુધર્મ સર્વશ્રેષ્ઠ છે. આરાધ્ય અને હર હાલતમાં પણ ઉપાદેય છે, તથા તેવા સાધુધર્માને સ્વીકારના ભાગ્યશાળીઓ દેવેન્દ્રોને પણ નમસ્કરણીય છે. પરંતુ પ્રત્યેક માનવ સંપૂર્ણ પાપના ત્યાગપૂર્વકને સાધુધર્મ સ્વીકારી શકવા માટે સમર્થ બની શકતા નથી કેમકે –આત્મદર્શનના સર્વથા અભાવમાં આત્મશુદ્ધિને પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી
ગૃહસ્થ ધર્મ :
જે ગૃહસ્થ સાધુધર્મ સ્વીકારવા માટે સમર્થ નથી તેઓ શ્રાવકધર્મ(ગ્રહથધર્મની મર્યાદામાં સ્થિર થઈને પોતાનું જીવન ઘડશે, તે તેમને ગૃહસ્થાશ્રમ પણ ધર્મે બનવા પામશે, કેમ કે –તીર્થકર પરમાત્માઓએ અપાશે પણ વતેને શ્રદ્ધા