________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨
૧૭૧
છ આરા પ્રમાણમાં ત્રીજા અને ચેાથા મારામાંજ તીર્થંકરો, ચક્રવતી એ, વાસુદેવે આદિ વિદ્યમાન હાય છે.
જે સમયે આ જમ્મૂઢીપના ભરતક્ષેત્રમાં બીજા તીર્થંકર અજીતનાથ ભગવાન વિદ્યમાન હતાં ત્યારે
પાંચ ભરતમાં-પાંચ તીથ કર પાંચ ઐરાવતક્ષેત્રમાં-પાંચ તીથ કર
અને પાંચે મહાવિદેહના ૧૬૦ વિજયમાં તેટલા પ્રમાણના તીથ - કરા હતાં એટલે સૈાની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ની હતી.
ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળમાં થનારા બધાએ તીથ કરે કેવળજ્ઞાનના માલિકે છે. ચરમ સીમાના પુણ્યવ તા છે. ૩૪ અતિશયેાથી યુક્ત છે, તેવા તીથ કર, દેવા દ્વારા રચિત સમવસરણમાં બિરાજમાન થઇને દેશના આપે છે. સૈા તીર્થંકર ભગવાની દેશના આર્થિક રૂપે એક જ હાય છે.
અત્યારે ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં પાંચમે આરે વિદ્યમાન હેાવાથી એકેય તીથ કરદેવની હાજરી નથી અને મહાવિદેહુ ક્ષેત્રમા ૨૦ તિથ કરેા વિદ્યમાન છે.
ઉત્કૃષ્ટ તપ-સયમને આરાધક જીવાત્મા જ્યારે મડ઼ાવિદેહ ક્ષેત્રમા જન્મ ધારણ કરે છે ત્યારે કમથી કમ આઠ વષઁની ઉમરે તીકરાના સમવસરણમા નિમિત્ત મળતાં અને ભવિતવ્યતાને પરિપાક થતા દ્વીક્ષા ધારણ કરે છે તથા ઘાતી કર્મોના ક્ષય કરીને કેવળજ્ઞાન મેળવે છે. આયુષ્યના અંતમાં શેષ અઘાતી કર્માને પણ ખપાવે છે અને સિદ્ધ થાય છે. યાવત્ સિદ્ધશિલામાં જ્યુતિમાં જ્યાત મેળવી લે છે.