________________
૫૭૦
શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ રહેલું મહાવિદેહ ક્ષેત્ર છે. બહુ જ મેટા પર્વતે અને નદીઓના કારણે ૩૨ ટુકડા (વિજયે) તેના છે. જે એક બીજાથી સર્વથા જુદા છે. આ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયે થયા જેના એક એક વિજયમાં તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ કે પ્રતિવાસુદેવ પણ બીજા વિજયના તીર્થંકરાદિથી સર્વથા જુદા હોય છે એટલે કે –એક વિજયમાં એક તીર્થકર, એક ચક્રવર્તી એક બળદેવ, એક વાસુદેવાદિ હેવાથી ૩૨ વિજેમાં ઉદયકાળ પ્રમાણે ૩ર તીર્થકરો આદિ હોય છે.
જે વિજયમાં તીર્થકરાદિ હોય છે, તે યદ્યપિ અનંત શક્તિના સ્વામી હોય છે, તે પણ પોતાના વિજયથી બહાર નીકળીને બીજા વિજયમાં જઈ શકતા નથી. મહાવિદેહ ક્ષેત્રની સંખ્યા નીચે પ્રમાણે પાંચ છે
જબૂદ્વીપમાં ૧ મહાવિદેહ ૩૨ વિજય ઘાતકીખંડમાં ૨ મહાવિદેહ ૬૪ વિજય પુષ્કરાદ્ધમાં ૨ મહાવિદેહ ૬૪ વિજય
૧૬૦
સારાંશ કે અઢી દ્વીપ પ્રમાણના મનુષ્યક્ષેત્રમાં પાંચ મહાવિદેહ, પાંચ ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્ર છે, જે કર્મભૂમિના નામે ઓળખાય છે. જ્યારે બીજા ક્ષેત્રો યુગલિક માનવના હોવાથી તે અકર્મભૂમિ કહેવાય છે.
પ્રત્યેક વીશીમાં પણ તિર્થંકરેની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ની અને જઘન્ય સંખ્યા ૨૦ની હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં સદેવ એ આરે વિદ્યમાન હોય છે. અને ભરત અરાવત ક્ષેત્રમાં છ