________________
પ૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરસ્પર આ પ્રમાણે વાતચિત કરતા થયા કે હે આ! દેવલેકમાં રહેલા દેવેની આયુષ્ય મર્યાદા કેટલી કહી છે?
જવાબમાં ઋષિમદ્રપુત્ર શ્રમણે પાસકે કહ્યું કે “આ દેવેની જઘન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ દસ હજાર વર્ષની કહેવામાં આવી છે. તેનાથી આગળ કઈ દેવની એક સમય અધિક, કોઈની બે સમય અધિક, કેઈની ત્રણ–ચાર, પાંચ, છ, સાત, આઠ નવ અને દસ સમય અધિક સંખ્યાત-અસંખ્યાત સમય અધિક વધતાં વધતાં ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ૩૩ સાગરોપમની છે. આનાથી વધારે કેઈપણ દેવની આયુષ્ય મર્યાદા નથી ?
આ પ્રમાણેની યથાત વાણી સાંભળીને બીજા શ્રમપાસકેને ઉપરની વાત ઉપર શ્રદ્ધા ન થવાથી પરસ્પર આ પ્રમાણે કહેતા થયા કે “ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની આ વાત સાચી શી રીતે માની શકીએ કે દેવે જઘન્યથી ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની આયુષ્ય સ્થિતિવાળા હોય છે.
તે સમયે જીવમાત્રના માનસિક પર્યાના જ્ઞાતા ભગવાન મહાવીરસ્વામી ચતુર્વિધ સંઘની સાથે વિહાર કરતાં આલંબિકા નગરીના શંખવન નામના ઉદ્યાનમાં પધાર્યા છે દેવાધિદેવ ભગવતનું આવાગમન સાંભળીને ખૂશ ખૂશ થયેલી જનતા સમવસરણ તરફ આવે છે અને વંદન-નમન કરીને વિનયપૂર્વક ઋષિભદ્રપુત્રને પૂછેલે પ્રશ્ન અને ઉત્તર ભગવંતને કહી સંભળાવે છે સાથોસાથ શ્રમણોપાસકેએ કહ્યું કે હે પ્રભે! ઋષિભદ્ર૫ત્રે આપેલા જવાબના વિષયમાં આપશ્રી શુ કહો છો ? ત્યારે ભગવંતે કહ્યું કે હું આ ! ઋષિભદ્રપુત્રે તમને જે જવાબ આપ્યા છે તે સર્વથા બરાબર છે, કેમકે મેં તથા બીજા તીર્થંકર