________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨
૫૬૭ કરનારા હતા, શ્રમણના ચારિત્ર દીપી ઉઠે તેવી કામનાવાળા હતા, અને રાત દિવસ જૈન શાસનની કીતિ પતાકા લહેરાતી રહે તેવી ભાવનાવાળા હતાં.
એ દિવસે તે બધા શ્રમણોપાસકે પિતપોતાના ઘેરથી બહાર નીકળીને એક સ્થાને ભેગા થયા, અને ચાચિત આસને બેસીને અંદરો અંદર આ પ્રમાણે ચર્ચા કરવા લાગ્યા, કેમ કે સૌને નવું નવું જાણવાની ભાવના હતી, તત્વજ્ઞાનને પુષ્ટ કરવા માટેની ઈચ્છા હતી. માટે ઘણીવાર આ શ્રાવકે ભેગા મળીનેબેસીને ધર્મચર્ચા કરતા રહેતા હતાં. આવી રીતની ચર્ચામાં તેઓ વિવેકવાળા પણ હતાં, જેથી વડીલેનુ અપમાન અને નાનાઓને તિરસ્કાર તેમજ વિકથા, ઈર્ષા, અદેખાઈ અને સાંસારિક વાતને ત્યાગ થઈ જતું હતું, કેમ કે ચર્ચા માત્ર પિતાના મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનને પુષ્ટ કરવા માટે જ હોય છે. નહીં કે વિતંડાવાદ, સામાજિક કલેશ તેમજ પરસ્પર વૈર– વિરોધ કરીને એક બીજાને ઉતારી પાડવા માટે હોય છે. આટલું
ધ્યાન રાખીને જ તેઓ પ્રશ્નોના ગમે તેવા જવાબમાં પણ ઉશ્કેરાઈ જનારા નહીં હતાં, તેઓ એટલું પણ સમજતા હતા કે –“ વિવેક જૈન ધર્મને પ્રાણ છે, દયા ધર્મની માતા છે, વિનય સંયમધર્મને ભાઈ છે, મૈત્રીભાવના જૈનત્વની બહેન છે અને ક્ષમા-સમતા વિવેક રાજાની પુત્રી છે.”
આ કારણે જ તેમની ચર્ચામાંથી અમૃત તત્તવની પ્રાપ્તિ થતી હતી, સંતેષ હતા, સૌ ખુશી હતા, અને બીજા દિવસની ચર્ચાને વિષય પસંદ કરીને ઉઠતાં હતાં. રસ્તામાં પણ જેન શાસનનો મહિમા ગાતાં ગાતાં પોતપોતાના ઘરે જતા હતાં.
એક દિવસે તે બધા શ્રમણોપાસકે એક સ્થળે બેસીને