________________
પ૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ એમ કહીને શેઠ ઈશાન દિશા તરફ ગયા અને દીક્ષા અંગીકાર કરી. તે બધી વાત ઋષભદત્તની જેમ સમજવી.
દીક્ષિત થઈને ચઢતે પરિણામે તપશ્ચર્યાઓ કરી, સમિતિગુદ્ધિ ધર્મ પ્રત્યે સર્વથા અપ્રમત્ત રહ્યા, ભવભવાંતરના કરેલા કર્મોને નાશ કરવા માટે વિશેષ પ્રકારે તપશ્ચર્યા કરીને ઘાતીકર્મોને ક્ષય કરી કેવળજ્ઞાનના માલિક બન્યા પછી તે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા અને સર્વ દુઃખેથી રહિત થયા. આ પ્રમાણે ભગવતના શ્રીમુખે સુદર્શન શેઠનું જીવનકવન સાંભળીને ગૌતમસ્વામી આદિ પર્ષદા પ્રભાવિત થયા છતાં કહ્યું કે, હે પ્રભું !
સત્ય છે. સર્વથા સત્ય છે. આપશ્રીની વાણી સર્વથા સત્ય છે.
; અગ્યારમે ઉદેશે સમાપ્ત.
R
છે