________________
૫૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મહારાજાઓ પણ રાજ્ય પાટ તથા વાડી-ગાડી અને લાડીને ત્યાગ કરીને સયમ સ્વીકારે છે, અને પોતાની બધી શક્તિઓનું ઉર્ધ્વગમન કરીને કેવળજ્ઞાનના માલિક બની લાખો કરોડ જીવાત્માઓના તારણહાર બને છે.
સંયમથી મૈથુન કર્મને મનસા-વચસા ત્યાગ કરાશે, પૌદૂગલિક પદાર્થો તથા સાંસારિક માયાના જાળાને છેદાશે ત્યારે જ આત્મા પોતે જ પરમાત્મા બનવા પામશે.
આ રીતે ધર્મોપદેશ સાંભળીને રાજકુમારે સંયમ લેવાની ભાવના કરી, અને ઘેર આવીને માતા-પિતાની દીક્ષા લેવા માટેની આજ્ઞા માગી. શેષ સંવાદ જમાલીકુમારની જેમ શબ્દશઃ જાણ લે. વિશેષમાં પિતાના તથા માતાના આગ્રહને વશ થઈ દબદબાભર્યા આડંબરપૂર્વક મહાબલકુમારનો રાજ્યાભિષેક થયે ત્યાર પછી એક દિવસે તે કુમારના માતાપિતાએ પૂછયું કે “હે પુત્ર ! તારા માટે અમે શું ઈષ્ટ કરીએ.” જવાબમાં મહાબલરાજકુમારે કહ્યું કે, “હે માતાજી તથા હે પિતાજી ! આપશ્રી મારા આત્માનં ઈષ્ટ જ ઈચ્છતા હો તો, કુ ત્રિકા પણ દુકાનમાંથી એક રડુરણ અને પાત્ર મગાવી આપો, તથા ગાજાને લાવી, લાવવાની વ્યવસ્થા કરાવી આપો ? ત્યાર પછી દીક્ષા આદિના પ્રસ ગેનું વર્ણન જમાલીની જેમ જાણવું. ચઢતે પરિણામે દીક્ષિત થયેલા મહાબલમુનિએ ૧૪ પૂનું અધ્યયન કર્યું. છટ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યાઓથી શ્રમણ પર્યાયનું પાલન કરીને છેવટે એક માસની સ લેખના કરી, પ્રતિક્રમણ કર્યું. સમાધિભાવમાં લીન થઈને ઉર્વલોકમાં ચંદ્ર-સૂર્ય-ગ્રગણ નક્ષત્રો અને તારાઓથી પણ અનેક જન પછી વૈમાનિક દેવના પાંચમા દેવલે કે (બ્રહ્મ દેવલોકમા) દેવની પર્યાયે ઉત્પન્ન થયા, જ્યા દશ સાગરોપમની