________________
૧૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભેચ્યોગ્ય ઉંમરમાં આવેલા મહાબળ રાજકુમારને જોઈને નળરાજાએ વિચાર્યું કે રાજકુમાર હવે પર્યાપ્ત રૂપે ભેગ ભગવ વાને માટે સમર્થ થયેલ છે. તેથી સારા કારીગરો પાસેથી આઠની સંખ્યામાં ઉત્તમ મહેલે બંધાવ્યા, જે ગગનચુંબી, અતિ શુભ્ર અને મને હર હતા, આ મહેલની વચ્ચે એક ભવન અત્યંત વિશાળ ચણાવ્યું જે સેંકડે તંભેથી સુશોભિત હતું. ત્યાર પછી યથાયોગ્ય સમયે બળરાજાએ શુભ તિથિ, દિવસ, નક્ષત્ર, કરણ તથા સારા મુહૂતે મહાબળ રાજકુમારના વિધિવિધાનપૂર્વક આઠ રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. જે કન્યાઓ કુમારને માટે સર્વથા અનુકૂળ હતી, સમાન રૂપવાળી હતી, શરીર આદિને કારણે બધી એક સરખી હતી, વિવાહના નિમિત્તે કુમારના માતાપિતાએ નીચે પ્રમાણે પ્રીતિદાન આપ્યું.
૮ કરોડ ચાંદીના સિક્કા, ૮ કરોડ સોનાના સિક્કા, ૮ મુગટે, કુડળની જેડીઓ, આઠ હાર, અર્ઘ હાર, એક સારા હાર, સુક્તાવલી હાર, કનકાવલી હાર, રત્નાવલી હાર, આદિ આઠ કડાઓ, ઉત્તમ વસ્ત્રોની આઠ જેડીઓ, શ્રી દેવી, હી દેવી, કીતિ દેવી, બુદ્ધિદેવી, લક્ષ્મીદેવી, વૃતિદેવીની આઠ આઠ પુતળીઓ, આઠ શય્યાઓ, પલ ગે, આઠ કુલે (૧૦-૧૦ હજારની સંખ્યા=૧ ગોકુલ), આઠ નાટક મંડળીઓ, લક્ષ્મીના ભંડાર જેવા આઠ ઘેડા, આઠ પાલખીઓ, આઠ રથ, આદિ સ પૂર્ણ સામગ્રી આપી, અને રાજકુમારે પ્રત્યેક સામગ્રીને સરખે ભાગે પોતાની પત્નીઓને આપી આ પ્રમાણે જમાલીની જેમ ઉત્તમ સંસાર ભેગેને ભગવતા રાજકુમારેસ સારમાં ઘણા વર્ષો પૂરા કર્યા.
તે કાળે તે સમયે આ અવસર્પિણીના તેરમા તીર્થંકર વિમલનાથ ભગવંતના શિષ્ય-પ્રશિષ્ય ધર્મઘોષ નામના મુનિરાજ