________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૧
પપ૯ તળીઆ સુકુમાર હતા, તલ-મષા અને રેખાઓથી દેદીપ્યમાન શરીર હતું, માથાના વાળ કાળા કાજળ જેવા, આંખે કમળના પાંદડા જેવી, દાંત દાડમના દાણા જેવા, નાક પોપટની ચાંચ જેવું, મુખકમળ પૂર્ણિમાના ચંદ્ર જેવું, હનુ (હડપચી ) ખૂબ મજબુત, હાથ ભુંગલ જેવા લાંબા, તથા ઢીંચણ સુધી સુખપૂર્વક પહોંચી જતા હતા. જ ઘા હાથીની સૂંઢ જેવી, નાભી ગભીર-ગુપ્ત અને રમણીય હતી. પેટમાં પણ રેખા સ્પષ્ટ-- દેખાતી હતી. બળદ અને હંસ જેવી ચાલ હતી, પગમાં મહાઅને શેભે તેવી રેખાઓ હતી, કપાલ અષ્ટમીના ચદ્ર જેવું, શરીરની ઉંચાઈ ૧૦૮ આંગળની હતી, કુખ ઉંચી હતી, છાતી વિશાળ હતી, કમર પાતળી અને નખ લાલ અને પાતળા હતા. વિનયની મૂર્તિ, વિવેકનું ઘર, અતિથિદાનમાં પ્રેમી, બેલવામાં મિણ અને મિતભાષી હતા, તથા દીનદુખીઓનો સંરક્ષણકર્તા હતે.
પૂર્વભવની સંયમ આરાધના લઈને અવતરેલ આ રાજકુમાર માતા પિતાને લાડકે, કાકા કાકીઓને પ્રેમપાત્ર, મામા મામી
ને માટે સ્નેહાળ તથા માસા મસીઓની આખને ઠ ડક આપનારે હતે. - રાજાએ પાંચ ધાઈ માતાઓ રાખીને પુત્રનું પોષણ કરાવ્યું અને એગ્ય ઉંમરે સારા, સભ્ય, સજજન, સદાચારી, શિયળસંપન્ન પંડિતે પાસે વિદ્યાભ્યાસ માટે મૂક્યો, ત્યાં શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યામાં મહાબળ રાજકુમાર ત્વરાથી પારંગત થયે, સાથેસાથ રાજનીતિમાં કૌશલ્ય, સંધિવિગ્રહમાં પ્રવીણ પ્રજાપાલનમાં દાસ્ય, યુદ્ધકળામાં શૌર્ય, ધનુવિદ્યામાં પુણ્ય, સગીત કળામાં પાડિત્ય, તથા દીન દુખીઓ પ્રત્યે કાર્યભાવ કેળવી શક્યો હતે.