________________
રાતક ૧૧મું : ઉદ્દેશક-૧૧
૫૫૫ સવાબે નક્ષત્રને અર્થાત એક રાશિને ભગવો લગભગ ૩૬૦ દિવસમાં બારે રાશિને પૂર્ણરૂપે ભેગવી લે છે. એટલે મેષ રાશિના પ્રથમ અંશથી ચાલુ થઇને બાર મહિને સૂર્ય પાછો મેષ રાશિ ઉપર આવીને સવાર થાય છે ત્યારે નવું વર્ષ ચાલુ થાય છે.
પરંતુ પ્રત્યેક પ્રદેશમાં નવું વર્ષ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ચાલુ થાય છે. જેમ કે ગુજરાત પ્રાન્તમાં વ્યાપારી ધોરણે કાર્તિક સુદિ ૧ થી જ્યારે બીજે અષાઢ સુદિ ૧ થી અને મોટા ભાગે ચૈત્ર સુદિ ૧થી વર્ષ ચાલુ થાય છે.
અમુક રાશિના કળા–વિકળા ઉપર સૂર્ય અને ચન્દ્રમાં જ્યારે ભેગા થાય છે તેને અમાવાસ્યા કહે છે “ હૈ –
મસી સરું વસત ઈત અમાવસ્થા” પર તુ જ્યારે સૂર્યની કળાવિકળાથી ચદ્રની કળા-વિકળ અમુક સંખ્યામાં આગળ વધે ત્યારે પ્રતિપદાદિ તિથિઓનું નિર્માણ થાય છે. આ ક્રમ અનાદિકાળથી વણથ શ્વે ચાલુ છે આમા કદી પણ વિક્ષેપ પડતો નથી, કોઈ પાડનાર નથી અને ભવિષ્યમાં પણ વિક્ષેપ પડવાને નથી.
સમ્યગજ્ઞાનપૂર્વક સમ્યકૂચારિત્રનો આરાધક જ્યારે નવ્યાજ તથા સાત્વિક તપશ્ચર્યાધર્મની આદરણ કરે છે ત્યારે તે પુણ્યશાલીઓના મેઢે પિરસી સાઢપારસી આદિ શબ્દનું ઉચ્ચારણ રહ્યા કરે છે. આવી રીતની પિરસી–પહાર–પ્રહર-પરિસી અને પૌરૂષી જે એક જ અર્થના વાચક શબ્દો છે તેની સમય મર્યાદા એક સમાન હોતી નથી. તેથી ભગવતે કહ્યું કે હે ગૌતમ! વધારેમાં વધારે પારસી સમય ૪ મુહૂર્તને હોય છે. . .
૨૪ મિનિટ=૧ ઘડી - ૨ ઘડી, (૪૮ મિનિટ)=૧ મુહૂર્ત હોય છે.