________________
શતક ૧૧મુંઃ ઉદ્દેશક-૧૧
૫૫૩ ચેષ્ટાઓને ત્યાગીને શુદ્ધ થાય છે જેથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ શુદ્ધ બનશે. અને ક્ષાચિક સમ્યકત્વ તરફ તેનું પ્રયાણ થશે. }
' આ પ્રમાણે ભગવંત મહાવીરસ્વામીની વાણીથી પ્રભાવિત થયેલા સુદર્શન શેઠ જૈનત્વના આરાધક થવા માટે પાપોના પરિ હારરૂપ શ્રાવક ધર્મને સ્વીકાર કરે છે. સારાંશ કે તીર્થ કરદેવેની, વાણ સાંભળીને મિથ્યાત્વીઓ સમ્યક્ત્વધારી બને છે, વ્રતભ્રષ્ટ જીવે વ્રતધારી બને છે અને જૈનત્વના વિરાધકો સત્યાર્થમાં આરાધક બને છે, એ જ પ્રમાણે સુદર્શન શેઠ પણ સખ્યત્વી, વ્રતધારી અને જૈનત્વના આરાધક બન્યા. ત્યાર બાદ પિતાની ઉથાનશક્તિ વડે ઉભા થઈને મહાવીરસ્વામી પાસે આવ્યા અને પ્રભુની સન્મુખ ઉભા રહીને આ પ્રમાણે પૂછ્યું કે
હે પ્રભે! 'તમારા શાસનમાં “કાળ કેટલા પ્રકારે કહ્યો છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે સુદર્શન ! મારા શાસનમાં “કાળમાં ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
૧. પ્રમાણે કાળ , ૩. મરણ કાળ
૨. યથાયુનિવૃત્તિ કાળ ' ૪. અદ્ધા કાળ જે કાળથી ૨-૪-૧૦-૨૦-૧૦૦ વર્ષ આદિનું પ્રમાણે અથવા વર્ષ માસ આદિને નિર્ણય કરી શકાય તેને પ્રમાણુકાળે કહે છે. સામાન્ય કાળ કરતાં આ પ્રમાણકાળમાં દિવસ અને રાત્રિના ભેદને ખ્યાલ આવે છે કે ચાર ચાર પૌરિષીને દિવસ, અને ચાર પરિષીની રાત્રિ હોય છે.
|| આયુષ્યના બધા જ પ્રકારે હેય છે, તે નારકાદિરૂપ આયુષ્યને યથાયનિવૃત્તિ કાળ કહેવાય છે. સામાન્ય આયુષ્યકાળનો અનુભવ