________________
શતક ૧૧મું : ઉદ્દેશક–૧૧
૫૫૧ સ્વામી ચતુર્વિધ સંઘની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે ગામમાં પધાર્યા ગામના લોકે સમવસરણમાં ગયા અને વંદન નમન કરીને પ્રભુની ઉપાસના કરી.
તે સમયે ભગવંતનું આવાગમન સાંભળીને સુદર્શન શેઠ ઘણું જ રાજી થયા અને તેમનું મન આનંદથી નાચી ઊઠયુ, રોમરોમ પ્રસન્ન થયા, મુખકમળ વિકસિત થયું. કાન, ભાગવતની વાણું સાંભળવા માટે ઉત્સુક થયાં અને આંખલડીમાં નવું એજ આવ્યું.
જાણે કાનને લલકાર કરતી કહેતી હતી કે ! અત્યારસુધી ભગવતની વાણી એકલા કાન જ સાંભળી રહ્યા હતા પણ હવે તે મને પણ દેવાધિદેવને નજરોનજર જેવાને અવસર આવી ગયે છે. આવી રીતે પ્રસન્ન થયેલા શેઠે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું. કૌતુક–મ ગળ તથા પ્રાયશ્ચિતવિધિ પતાવી અને સભાને યેગ્ય વનુ પરિધાન કર્યું. યથાચિત સ્થાને છેડા પણ કિંમતી આભૂષણે પહેર્યા તથા સારા શુકન જોઈને પરમાત્મા શ્રી અરિહંતદેવને વાંદવા માટે “ઘેરથી નીકળે. મસ્તક પર કેરટેક પુની માળાથી યુક્ત છત્ર ધાયું હતું. ઘણા પુરૂષની સાથે પગપાળે તે શેઠ આગળ વધ્યા, અને ગામથી બહાર જ્યાં ચૈત્યવાન હતું, સમર્વસરણ હતુ ત્યાં આવ્યો અને દેવાધિદેવ ભગવંત મહાવીરસ્વામીને વંદના કરીને મન-વચન-કાયાથી પર્યું પાસના કરી. યથોચિત આસને બેઠેલા સુદર્શન શેઠને ઉપલક્ષ્ય કરી ભગવંતે ઉપદેશ કર્યો તે આ પ્રમાણે –
અનાદિકાળથી અવિચ્છિન્ન આ સંસારમાં છે અને અજી પણ અનાદિકાળના છે, જીવ ચૈતન્ય છે, અજીવ જડ છે પણ ખાણમાં રહેલા સુવર્ણ અને માટીની જેમ અનાદિકાળથી મિશ્રિત