________________
૫૪
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ લકના એક પ્રદેશનું કથન
હે પ્રભો! લેકના એક આકાશ પ્રદેશમાં એકેન્દ્રિય જીના પ્રદેશ યાવત્ અતીન્દ્રિય જીના પ્રદેશ બધા એકી સાથે અન્ય બદ્ધ, અન્ય પૃષ્ટ, અન્યોન્યાવગાઢ, તથા અન્યોન્ય, સ્નેહપ્રતિબદ્ધ થઈને સમભર ઘટની જેમ રહે છે, તે તેઓ એક બીજાને બાધા (પીડા) વ્યાબાધા (વિશેષ પીડા) પહોંચાડી શકે છે? અથવા એકબીજાની આકૃતિને ભંગ કરી શકે છે?
જવાબમાં ભગવંતે “ના” કહી છે. કારણ આપતા ભગવંતે કહ્યું કે, એક નર્તકી (નાચનારી) છે જે સાક્ષાત શૃંગારની મૂર્તિ જેવી, સુંદરમાં સુંદર વેષ પરિધાન કરનારી છે, અને સંગત હસિત, ભણિત, સ્થિત, વિલાસ, સંગીત તથા સ લાવમાં અતિ નિપુણ છે તથા પિતાની રગશાળામાં ૩૨ પ્રકારની નાટ્ય વિધિમાંથી એક નાટકની રજૂઆત કરી રહી છે. ચારે બાજુથી હજારે પ્રેક્ષકે આંખને પલકારો માર્યા વિના જ તેને જોઈ રહ્યા છે.' ખીચોખીચ ભરાયેલી રંગશાળા ( નાટક થિએટર )માં બેઠેલા અસ ખ્ય માણસેની દષ્ટિએ એકી સાથે જ નર્તકી ઉપર પડી રહી છે, અને તે બધી દષ્ટિએ તે નર્તકીને કોઈ જાતની બાધા-વ્યાબાધા કરતી નથી. અથવા તે નર્તકી પતે તે દષ્ટિઓને કેઈપણ જાતની બાધા વ્યાબાધા કરી શકતી નથી અથવા તે હજારો લાખ માણસની દષ્ટિએ પરસ્પરમાં એક બીજાને બાધા-વ્યાબાધા પહોંચાડતી નથી તે જ રીતે લેકાકાશના એક પ્રદેશમાં ગમે તેટલા જીના પ્રદેશે પણ એક બીજાને બાધા-વ્યાબાધા કરીશકવાને માટે સમર્થ નથી. || આ ઉપરાંત બીજી બધી વાતે મૂળ સૂત્રથી જાણવી. '
દશમે ઉદ્દેશ સમાપ્ત. ;