________________
૫૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉર્વક માટે વિશેષ એટલુ જાણવાનું કે ત્યાં કાળ દ્રવ્ય નહીં હોવાથી કાળ વિનાના અરૂપી દ્રવ્યનું અસ્તિત્વ છે જ્યારે અલક અને તિરછાલેકમાં કાળદ્રવ્ય સાથે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સદેશ અને સપ્રદેશ હોવાથી સાત અરૂપી દ્રા છે. કેમકે અલેકમાં પશુ સૂર્યના પ્રકાશ દ્વારા અભિવ્યંગ્ય કાળને સદૂભાવ છે, જ્યારે ઉáલેકમાં તેને સદુભાવ નથી. લેક અને અલેકનું પરિમાણ:
હે પ્રભે! લેક કેટલે મોટે કહ્યો છે?
જવાબમાં પ્રભુએ કહ્યું કે અસંખ્ય કડાકડી જન પ્રમાણ લેકમાં રહેલા સમસ્ત દ્વીપ અને સમુદ્રની વચ્ચે જમ્બુદ્વીપ આવેલ છે, જે સી કરતાં નાનો છે ગેળ થાળી જેવા આકારવાળે અને વિસ્તારમાં એક લાખ જન તથા પરિદ્ધિમાં ત્રણ લાખ, સોળ હજાર, બસે સત્તાવીશ એજન, ત્રણ કેશ, ૧૨૮ ધનુષ્ય અને ૧૩ આંગળથી પણ સહજ વધારે છે. ધારો કે અત્યારે જ મહા બુદ્ધિવાળા, મહા શુતિવાળા, મહા યશવાળા અને મહા પરાક્રમી છ દેવતાઓ જમ્બુદ્વીપમાં રહેલા મેરૂપર્વતની ટેચે છએ દિશાઓમાં ઊભા રહે તેની નીચે ચાર દિશાકુમારીઓ જમ્બુદ્વીપના છેડે રહેલી જગતી ઉપર ઉભા રહીને ચારે દિશાઓ તરફ મુખ રાખીને પોતપોતાની દિશામાં બહુ જોરથી બલિ પિડને લવણસમુદ્ર તરફ ફેકે, હે ગૌતમ! તે છએ દે. માંને પ્રત્યેક દેવ તે બલિપિંડને જમીન ઉપર પડે તે પહેલા જ વચ્ચેથી ઘણી જ ઝડપથી ગ્રહણ કરી શકવાને માટે સમર્થ હોય છે. તેવી રીતે ઉતાવળી ગતિથી તે દેવે લેકાંત એટલે કે લેકિનો અંત ભાગ જેવા માટે ઈચ્છાતુર થઈને વટેમાર્ગુની જેમ જીએ