________________
૫૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૪) લાપશમિકભાવ:
આ ભાવના ૧૮ ભેદ છે. ૪ જ્ઞાન–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન. 3 અજ્ઞાન–મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, મિથ્યા
દર્શન સહ ચરિતજ્ઞાન તે અજ્ઞાન. ૩ દર્શન-ચક્ષુદર્શન, અચશુદર્શન, અવધિદર્શન પ લબ્ધિ-દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભેગલબ્ધિ, ઉપભેગ
લબ્ધિ અને વીર્ય લબ્ધિ
૧ સમ્યક્ત્વ ૧ ચારિત્ર ૧ શ્રાવકધમ (સંયમસંયમ, વિરતાવિરત)
પ્રારબ્ધ કર્મ બે પ્રકારના છે, તેમની શક્તિ બે પ્રકારે છે. આત્માની સંપૂર્ણ શક્તિને અવરોધી લે તે સર્વઘાતી કર્મ અને અમુક શક્તિને અવરોધે તેને દેશઘાતી કર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહકર્મ આ ચારે ઘાતી કર્મ છે અને બીજા ચારે અઘાતી કર્મ છે. ઘાતી કર્મોના ઉદય સમયે આત્માની શક્તિઓ ઉપર પડદે પડે છે જેથી કેવળજ્ઞાન મેળવી શકાતું નથી અને અઘાતી કર્મો કેવળરાનને અવરોધી શક્તા નથી. કેમકે આ કર્મ કેવળ શરીરને જ હાનિ કરનારા છે.