________________
૫૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે સાતે પ્રકૃતિના ઉપશમની આવશ્યકતા છે. અન્યથા અનાદિમળના મિથ્યાદષ્ટિ જીવન પાંચે પ્રકૃતિઓના ઉપશમનની જરૂર રહેશે, કેમકે અત્યાર સુધી સમ્યકત્વ મેળવ્યું જ નથી તેમને માટે સમ્યકત્વ અને મિશ્ર મહિનાનો પ્રશ્ન જ રહેતા નથી તે પછી ઉપશમનની વાત જ ક્યાં રહી?
સમ્યફ ચારિત્ર:
આ પ્રમાણે સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિમાં જેમ સાતે કે પાંચે - પ્રકૃતિએનો ઉપશમ અનિવાર્ય છે તેમ સમ્યફચારિત્ર માટે ચારિત્રમેહનીયના ઉપશમની અનિવાર્યતા રહેલી છે, અને જ્યારે ચારિત્રમોહનીય કર્મને ઉપશમ થાય છે ત્યારે અનાદિકાળથી શુભાશુભ પ્રવૃત્તિઓ કરવાની આદતવાળા જીવની બધી પ્રવૃત્તિ આની નિવૃત્તિ થાય છે.
આ ઔપશમિક સમ્યક્ત્વ ચેાથે ગુણસ્થાનકે સંભવિત છે, અને ચારિત્ર અગ્યારમે ગુણસ્થાનકે પૂર્ણ થાય છે. કેમકે ચારિત્રમોહનયની શેષ રહેલી ર૧ પ્રકૃતિનું ઉપશમન આ ગુણસ્થાનકે જ થાય છે. એટલે કે દશમા ગુણસ્થાનક સુધી મોહનીય પ્રકૃતિઓ રહે છે અને અગ્યારમે ઉપશમિત થાય છે. પરંતુ અન્તર્મુહર્ત સમાપ્ત થયે જ ઉપશમિત થયેલી પ્રકૃતિ પાછી ઉદયમાં આવીને તોફાન મચાવવાની તૈયારી કરવા માટેની રાહ જોઈ રહી છે. સાધકમાં યદી અપ્રમત્તતા હશે તો આખના પલકારે પતન પામીને પાછે કર્મરાજા સાથે જબ્બરદસ્ત મોરચે માંડીને કર્મોના ભૂકે ભૂક્કા ઉડાવી મારશે. અન્યથા રતિ માત્ર સમય પૂરતે જે પ્રમાદ નડી ગયા તા સાધકને યાવત્ પહેલા ગુણસ્થાનકે પણ આવવાનું રહેશે.