________________
શતક ૧૧મું : ઉદ્દેશક–૧૦
૫૩૭ માન અજગરને પણ દમી શકાય છે. માયા નાગણને કુટી શકાય છે. લેભ રાક્ષસને પણ નાથી શકાય છે.
કામદેવને પણ મારી મારીને તેને ભગાડી શકાય છે. હઠ ઉપર આવેલું હાસ્યને કંટ્રોલમાં લઈ શકાય છે. વૈરાગ્ય હશે તે રતિ–અરતિને ભગાડતા કેટલી વાર? તેમ જ શાક સંતાપ જુગુપ્સા અને ભયને પણ કુટી મારતા કેટલી વાર?
સમ્યકત્વ-સમ્યગુદર્શન–આત્મદર્શન થવામાં અવરોધ બનનાર અર્થાત્ સમ્યગદર્શનને ઉત્પન્ન નહી થવા દેવામાં તથા ઉત્પન્ન થયેલા દર્શનને ઘાત કરનાર, દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિ સમ્યક્ત્વ મેહનીય, મિથ્યાહનીય, મિશ્રમેહનીય તથા અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ છે.
૧. અનંતાનુબંધી ક્રોધ ૩. અન તાનુબંધી માયા ૨. અનતાનુબ ધી માન ૪. અન તાજુબ ધી લેભ મેહરાજાના અભેદ્ય સાતે સૈનિકોની માયાજાળમાં ફસાચેલે આત્મા જ્યાં સુધી આ સાતે સૈનિકે સાથે ધમસાણ યુદ્ધ રમીને વિજયપતાકા ગ્રહણ કરે નહીં ત્યાં સુધી કે ઈ પણ આત્મા સમ્યગદર્શન પ્રાપ્ત કરવા સમર્થ બનતું નથી અને કદાચ મેળવ્યું હોય તે પણ આ પ્રકૃતિઓના અભિશાપે સમ્યગદર્શનનું વમન થયા વિના રહેતું નથી. માટે જ સમ્યકત્વ સાથે ઉપરની સાતે પ્રકૃતિઓને કટ્ટર વિર છે.
ભૂતકાળના કેઈપણ ભવભવાંતરમાં જે ભાગ્યશાળીએ મેળવેલું સમ્યક્ત્વ વમી નાખ્યું હશે તેને જ ફરીથી સમ્યક્ત્વ મેળવવાને