________________
૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રોના કારણે આત્મા પણ જુદા જુદા વિશેષથી વિશેષિત થાય છે, જેમ આ આત્મા ઓપશમિક ભાવને માલિક છે, તે આ ક્ષયિક ભાવનો માલિક છે. અને જે આત્માએ સમ્યફચારિત્રને વિકાસ બરાબર નથી કર્યો, પણ જૈનત્વને શ્રદ્ધાળુ છે તે આત્મા ક્ષપશમિક કહેવાય છે. અને ત્રણે એટલે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે બેધ્યાન રહેનાર ઔદયિક ભાવનો માલિક બને છે.
ઔદયિક ભાવ
મવતીતિ વચમાવઃ જે આત્મા ઉદયમાં આવતાં કર્મોને ઉપશમ, ક્ષય કે ક્ષપશમ કરી શક્તા નથી, તે કર્મોના ઉદયમાં જ વર્તતે હેવાથી ઔદયિક ભાવવાળે કહેવાય છે. આના ૨૧ ભેદ છે.
૪ ગતિ-નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ૪ કષાય-કોધ, માન, માયા અને લેભ ૩ લિંગ-સ્ત્રીલિંગ, પુરૂષલિંગ અને નપુંસકલિગ ૧ મિથ્યાદર્શન
૧ અજ્ઞાન
૧ ૧ અસંયત
૧ અસિદ્ધત્વ ૬ વેશ્યા