________________
૫૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ * પ્રવાહ રૂપે અનાદિકાળથી જીવ અને કર્મોનું મિશ્રણ જ સંસાર છે, અને તેમનો સર્વથા વિયેાગ મોક્ષ છે. સગડી કે પ્રાયમસની ગરમીના નિમિત્તે રવાભાવિક શીતલ પાણી પણ ગરમ બને છે, તેવી રીતે સંસારની મેહમાયાને લઈને જીવાત્માને પણ અધર્મ(સ્વતત્ત્વથી વિપરીત)ની ભાવના થાય છે અને અનંતકની માયાને પિતે ભેગી કરે છે, પરંતુ જ્યારે તેની મેહમાયા કમજોર બને છે તથા પુરૂષાર્થ શક્તિને વિકાસ વધતે જાય છે, ત્યારે જીવને મૂળ સ્વભાવ જુદા જુદા રૂપે પ્રકટ થાય છે, એને જ ભાવ કહ્યાં છે જેની સંખ્યા ઉપર પ્રમાણે છે.
કરાયેલા પ્રારબ્ધ કર્મોને જ્યારે ઉદય વર્તતે હોય ત્યારે આત્મા ઔદયિક ભાવવાળ કહેવાય છે. કર્મોને ઉપશમ થયે
ઔપશમિક ભાવ, ક્ષય થયે ક્ષાયિક ભાવ, ક્ષય અને ઉપશમના મિશ્રણુથી લાપશમિક ભાવ અને જેઓ સ્વતઃ જીવની સાથે જ રહે છે તે પરિણામિક ભાવ છે અને છેલ્લે સન્નિપાત ભાવ છે ને બીજા અસ્તિત્વ આદિ ભાવે જીવ અને અજીવમાં સામાન્ય હોય છે જ્યારે ઉપરના છ ભાવ જીવમાં જ હોય છે માટે આ ભાવે જીવનાં સ્વતત્વ છે, સ્વભાવ છે કે સ્વરૂપ છે.
આયુષ્યકર્મની બેડીને સર્વથા તેડી નાખેલા સિદ્ધના જીવનમાં પણ ક્ષાયિક અને પરિણામિક ભાવની વિદ્યમાનતા હોવાથી અહીં જીવ શબ્દને અર્થ “આયુષ્યકર્મને લઈ જીવ ન ધારે તે નહીં કરતાં, પ્રાણેને ધારે તે અર્થ લેવાને છે. અને આ અર્થમાં દ્રવ્ય પ્રાણને ધરનારા સંસારી જી અને ભાવપ્રાણના ધારક સિદ્ધ છે પણ સમાવિષ્ટ થઈ જાય છે. દિવ્યપ્રાણમાં કર્મોનું કારણ છે, જ્યારે ભાવપ્રાણમાં તેની અપેક્ષા નથી જ માટે શાશ્વતિક છે. જીવનના બે ભેદ છે. એક ભવ્ય અને બીજો અભવ્ય. ભવ્યને ઔપશમિક