________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૯
૫૨૩ લાભ જ થવાને છે. ગુરૂની અન્તર્દશા પણ આવે છે અને ચાલી * જાય છે પણ ભાઈસાબને કંઈ પણ લાભ થયો નથી અને જે નુકશાનમાં હતા તેમાં કંઈ પણ ફરક પડ્યો નથી. ત્યારે પાછા પંડિતજીને ત્યાં જાય છે, અને પંડિતજી જવાબ આપે છે. ભાઈ ! ગુરૂની અન્તર્દશા ખરી, પણ જોતાં નથી આ આંકડા પષ્ટ બતાવી રહ્યા છે કે ગુરૂની અન્તર્દશામાં પણ બગડી ગયેલા મંગળની પ્રત્યન્તર્દશા જ તમારૂં બધું એ બગાડી રહી છે. દાનપુણ્ય કરે અને મંગળના જાપ માટે એકસેને એક રૂપીઆ મૂકતા જાઓ. આવી રીતે આવા ભાગ્યશાળીઓનું જીવન આશાના મિનારે મિનારે આગળ વધે છે, પણ દુઃખના દિવસેને કઈ મટાડી શક્યો નથી.
આ ત્રણે પ્રકારના દુખેથી સંસારી આત્મા પ્રતિક્ષણે આકુળતા અને વ્યાકુળતા જ ભેગવી રહ્યો છે. જ્યારે સિદ્ધના જીને એકેય દુખ નથી કેમ કે સિદ્ધા ન0િ વેદો અર્થાત સિદ્ધ ભગવંતને શરીર જ નથી તે પછી શરીરજન્ય અનંત દુખે પણ તેમને ક્યાંથી હોય? जातिजन्ममरणवन्धनविमुक्ताः
સિદ્ધ ગતિના જન્મ-જરા અને મરણના બંધનથી સર્વથા મુક્ત છે.
કર્મોને એક પણ અણું જેના આત્મા ઉપર વિદ્યમાન હોય છે તેને જ જન્મ લેવું પડે છે અને જ્યાં જન્મે છે ત્યાં મરણ સ્વતઃ સિદ્ધ છે.
જ્યારે સિદ્ધાત્માને જન્મ લેવાનું એટલા માટે નથી કે– સંસારના બધાએ નિમિત્તો તેમને સમાપ્ત થઈ ગયા હોય છે.