________________
પર ૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શરીરમાં રહેલા લેહી, માંસ, હાડકા અને વીર્યધાતુ (શુક્ર) ઉપર પણ પડ્યા વિના રહેતી નથી. આ બધા ભંયકર દુઃખે છે અને આજીવન દુઃખી થવાના કારણ છે.
(૨) આધિભૌતિક દુઃખ –
જેના કારણે જીવનમાં ભયગ્રસ્તતા બની રહે છે. જેમ માણસને માણસને ભય. જાણે! આ સામેવાળે માણસ મારા દુશમન હશે તો? મારી નાખશે તે? મારી નિદા આદિ કરશે ? અથવા આ જાનવર, પંખીઓ, સાપ-વિછુ, ઉંદર, કાનખજુરા, સિહ, વાઘ આદિથી હંમેશા ભય જ બચે રહે છે, અને જીવનમાં ભય જેવું બીજું એકેય દુઃખ નથી.
(૩) આધિદૈવિક દુખ ઃ
જેનાથી આકાશમાં રહેલા યક્ષ. રાક્ષસ, નક્ષત્ર સૂર્ય, ચંદ્ર, મગળ, બુધ, ગુરૂ, રાહુ, કેતુ અને શનિ મહારાજ આદિ ગ્રહોને ભય બન્યા રહે છેહિન્દુસ્તાનમાં જન્મેલા આવા માણસોને તમે જાણો છો? જેઓ ચેવિશે ઘટા (કલાક) પિતાની જન્મપત્રિકાઓને ગજવામાં જ લઈને ફરતા હોય છે, તથા દિવસમાં કેટલાય પંડિતેના ઘરના પગથીઆ જ ઘસતાં રહે છે, તથા મુંબઈ સમાચાર આદિ દૈનિક પત્રમાં નવા તિષી મહારાજની જાહેરખબર જ ગોતતા હોય છે. ચાલતા ફરતા સૌની સામે એક જ વાતની રામાયણ માંડતા હોય છે કે ભાઈ! અત્યારે મારે શનિની પનોતી ચાલી રહી છે. મહાદશા પણ શનિની અને અન્તર્દશામાં રાહુ છે. હાય! મારું શું થશે? અને ત્યારપછી થોડી જ વારમાં પાછા હસતા હસતા કહે છે કે રાહુની અતર્દશા પછી તરત જ ગુરૂની અન્તર્દશા આવશે. ત્યારે મને લાભ ઉપર