________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૯
૫૨૧ ૧. આધ્યાત્મિક દુખ ૨. આધિભૌતિક દુઃખ
૩. આધિ દૈવિક દુઃખ (૧) આધ્યાત્મિક દુખ –
શરીર અને મનથી ઉત્પન્ન થનારા દુઃખને આધ્યાત્મિક દુખ કહેવાય છે, કેમકે તે બંને પૌગલિક હોવાથી ચિરસ્થાયી નથી પણ વિનશ્વર જ હોય છે. માટે પૌગલિક સુખે ગમે તેટલા મળે તે પણ તેનો વિરહ નિશ્ચિત હોવાથી અને દુખેને જ, ઉત્પન્ન કરનારા હોય છે.
મેહવાસિત આત્મા જ્યારે ખાન-પાન કે વ્યાપાર વ્યવહારમાં અતિરેક કરે છે ત્યારે શરીરમાં રહેલા વાત-પિત અને કફમાં વિકાર ઉત્પન્ન થાય છે. પરિણામે તાવ, શરદી, સળેખમ, ટી. બી,
બ્લડ પ્રેસર, શરીરની સ્થૂળતા, હાથપગમાં ભારીપણું, ઉઠવા બેસવામા આળસ, ઉધરસ, ચક્કર, પેટદર્દ આદિ રોગે ક્રમશઃ અથવા એકી સાથે બે ત્રણ, ચાર સાથે પણ થાય છે, જે શરીરના દુઃખે છે તથા જીવનમાં ઈશ્વરીય તત્વના પ્રકાશનો અભાવ હોય છે ત્યારે માનસિક જીવનમાં કામ-ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, વિરભાવ આદિ વિકારો ઉદ્દભવે છે. તેથી તેમનું મન સદૈવ દુઃખી બન્યું રહે છે જે અત્યંત દુર્યાજ્ય માનસિક દુઃખે છે
મનમાં જ્યારે ખરાબ તત્ત્વ હોય, કેષ અને માયા હોય, જાતિ, કુલ, લાભ, રૂપ, ઐશ્વર્ય તથા વિદ્વતાદિને અહંકાર હાય; અસહિષ્ણુતા, અસમાધિ, અસ તેષ આદિ આસુરી વૃત્તિઓ હોય ત્યારે તેની અસર શરીર અને ઈન્દ્રિો ઉપર અને છેવટે