________________
૫૧૨
શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ ગઈ તથા પરસ્પર વાત કરતી થઈ કે શિવરાજર્ષિનું વચન અસત્ય છે. પરંતુ મહાવીરસ્વામીની પ્રરૂપણ સર્વથા યથાર્થ છે. કર્ણોપકર્ણ આ વાતને જ્યારે શિવરાજર્ષિએ સાંભળી ત્યારે તે ઋષિનું મન શંકા-આકાંક્ષા–વિચિકિત્સા તથા ભેદયુક્ત અને કલુષભાવવાળું થયું અને તરત જ મહેમાન તરીકે આવેલું વિભંગજ્ઞાન પણ ચાલ્યું ગયું. ત્યાર પછી તે ઋષિને આ વિચાર આવ્યો કે “ધર્મના આદિકર્તા, તીર્થકર, સર્વજ્ઞ અને સર્વદર્શી, પ્રભુ મહાવીરસ્વામી અત્યારે હસ્તિનાપુરના સહસામ્રવનમાં બિરાજમાન છે, તેમનું ધર્મચક્ર આદિ આકાશમાં ચાલે છે, માટે તેવા પ્રકારના અરિહંતના નામ ગોત્રનું સ્મરણ કરવા માત્રથી બહુફળની પ્રાપ્તિ થાય છે, તે પછી તેમનું પૂજન, વંદન, નમન,
મરણ, દર્શન અને આરાધના મહાફળવાળું હોય તેમાં શું આશ્ચર્ય ?” માટે મારે મહાવીર સ્વામી પાસે જવું જોઈએ, તથા તેમને વદન અને પર્યુષાસન પણ કરવું જોઈએ. જેથી આ ભવમાં અને પરભવમાં મારું કલ્યાણ થાય. એમ વિચારીને પિતાના તાપસ ઉપકરણો મૂકીને હસ્તિનાપુરગામની વચ્ચેથી
જ્યાં સમવસરણ હતું ત્યાં આવ્યા અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ભગવંતને વંદન કર્યું, નમન કર્યું તથા બહુ દૂર નહીં તેમ બહુ નજદીક નહીં એવા ઉચિત સ્થાને બંને હાથ જોડીને શિવરાજર્ષેિ ઉભા રહ્યા. - મિથ્યાત્વરૂપી અંધકારમાંથી સૌ જ સમ્યગદર્શનને પ્રકાશ મેળવે, પ્રમાદ તથા મેહરૂપી મૃત્યુમાંથી સમ્યજ્ઞાનરૂપી અમૃતના પાન કરે, એવી વિશાળ અને ચરમ સીમાની ભાવદયાના માલિક ભગવંતે ધર્મકથા કરી અને શિવરાજર્ષિ પણ પોતાના કુલાભિમાન, ધર્માભિમાન, સંપ્રદાયાભિમાન આદિને સંપૂર્ણ ત્યાગ કરી ભગવંતના ચરણોને પરમોપાસક બન્યા. તથા