________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૯
૫૦૯ છઠ્ઠ તપશ્ચર્યાના પારણે જુદી જુદી દિશાઓમાં જાય છે. વિધિ ઉપર પ્રમાણે
આ પ્રમાણે દિશાચક્રવાલ તપની આરાધનામાં નિરંતર આતાપના લેતાં આરાધના કરે છે સ્વભાવમાં સરળતા, નમ્રતા આદિ ગુણો હોવાથી અવધિજ્ઞાનાવરણી કમને ક્ષપશમ થયે છતે, ઈંહા-આપોહ-માર્ગણ અને ગષણા કરતાં તે ઋષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. જે સાત દ્વીપ અને સાત સમુદ્ર સુધીની મર્યાદાવાળું હોવાથી ઋષિજીને ૧૪ રજુ (પૂ.બ્રહ્માંડ)માં સાત જ દ્વીપ છે અને સાત જ સમુદ્ર છે, એટલું જ વિલ ગજ્ઞાન થવાથી પતે સમજી બેઠા કે, સ સાર આટલે જ છે, જે મારા જ્ઞાનમા અવભાસિત છે. ત્યાર પછી આપના ભૂમિથી નીચે ઉતરીને વલ્કલ પહેર્યો અને પિતાની ઝુંપડીમાં આવ્યા, આવીને પોતાના બધાએ ઉપકરણો લઈને હસ્તિનાપુર નગરમાં જ્યાં તાપસના આશ્રય હતાં ત્યાં આવ્યા, અને ત્યાંના સૌની વચ્ચે શિવરાજર્ષિએ કહ્યું કે મને બ્રહ્મજ્ઞાન થયું છે, જેનાથી હું કહું છું કે સાત દ્વીપ અને સાત સમુદ્ર જ સંસાર છે. તે સિવાય એકે દ્વીપ અને સમુદ્ર નથી જ. તે દ્વીપને અને સમુદ્રોને હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું, અને તે જ્ઞાનનું વર્ણન હું બીજાને સંભળાવી શકું છે, આવી રીતનું અતિશય સમ્પન્ન જ્ઞાન અને દર્શન અને ઉત્પન્ન થયું છે.
શિવરાજર્ષની આ વાત સાંભળીને હસ્તિનાપુરના લેકે પરસ્પર આ પ્રમાણે વાતે અને ચર્ચા કરતાં થયા કે “ઋષિજીનું આ કથન આપણે સત્ય શી રીતે માની શકીએ ? કેમકે કથનમાં કેઈ યુક્તિ નથી–પ્રયુક્તિ નથી. આવી રીતે ગામના લેકે જે સમયે ચર્ચા-વિચારણા કરી રહ્યાં હતાં તેવા સમયે જ “અનંત