________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૯
૫૦૭
સ્વજન, જ્ઞાતિ, આદિના માનવને આમંત્રણ આપે છે, અને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આદિ પદાર્થો વડે તેમનું સ્વાગત કરે છે સ્વાગત કરીને પોતાના આત્મી પાસે તાપસધર્મ સ્વીકારવા માટેની અનુમતિ માંગે છે અને સ્વજનો અનુમતિ આપે છે અને તે રાજા પહેલાથી તૈયાર કરાવેલા કડાઈ, કડછી, તાંબાનું કમંડળ આદિ લઈને ગંગાતટવાસી વાનપ્રસ્થ તાપ પાસે પહોંચી ગયો. મુ ડિત થઈને, દિશા પ્રચ્છક તાપસ દીક્ષા અંગીકાર કરે છે અને આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરે છેઃ “હું આજથી જીવનપર્યત છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા દરમ્યાન બને હાથ ઉંચા રાખીને આતાપના લઈશ અને પારણાના દિવસે અમુક દિશામાંથી મળેલા ફળાદિકથી પારણું કરીશ.”
આ રીતે શિવરાજર્ષિએ દિશાચક્રવાલ નામના તપને પ્રારંભ કર્યો, અને પ્રથમ છઠ્ઠ (બે દિવસની તપશ્ચર્યા) પૂર્ણ થયે છતે આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યા, વલકલ વસ્ત્રનું પરિધાન કર્યું, અને પોતાની ઝૂંપડીમાં આવ્યા. આવીને વાંસની સળીમાથી બનાવેલું “કિડિન” નામનું પાત્ર વિશેષ લીધું, તથા પૂર્વ દિશા તરફ ફળ શોધવા માટે નીકળી પડ્યા, અને તે દિશાના લેકપાલ સોમદેવને આ પ્રમાણે પ્રાર્થના કરી.
૮ પર્વ દિશાના અધિપતિ હે સેમ ! ધર્મસાધનામાં પ્રવૃત્ત થયેલા એવા આ શિવરાજર્ષિનું સંરક્ષણ કજો ”
હે લેકપલ! તમારાથી સુરક્ષિત આ પૂર્વ દિશામાથી જે કંઈ કંદ, મૂળ, છાલ, પાન, ફળ, બીજ અને લીલી વનસ્પતિ મળી શકે તે માટે આપ મને આજ્ઞા આપો.”
કર્યો, અને પ્રથમ
નીચે ઉતર્યો, વરજવસને સળીયે