________________
પ૦૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પોતાના કૌટુંબિક પુરૂષને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયે તમે યથાશીઘ્ર હસ્તિાનપુર ગામને બધી રીતે સાફસૂફ કરાવે, શણગારે, આ પ્રમાણેની રાજાની આજ્ઞા મેળવ્યા પછી કૌટુંબિક પુરૂષોએ નગરના રસ્તાઓ પર પાણું છ ટકાવ્યું અને વજા પતાકા આદિથી નગરને સારી રીતે શણગારી રાજાને ખબર આપ્યા.
રાજા તરફથી પુનઃ રાજસેવકોને આજ્ઞા આપવામાં આવી કે તમે રાજ્યાભિષેકને શોભે તેવા પ્રકારની બધી સામગ્રી ભેગી કરે, અને તત્કાળ બધી સામગ્રી એકત્ર કરવામાં આવી, ત્યારપછી શિવરાજાએ અનેક ગણનાયક, દંડનાયક, રાજેશ્વર, તલવર, માંડલિક, કૌટુંબિક, મત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમર્દક, શ્રેણી, સેનાપતિ, દૂત, સન્ધિયાલ આદિથી પરિવૃત થઈને શિવભદ્રકુમારને પૂર્વાભિમુખે સિહાસન પર બેસાડવામાં આવ્યું. ત્યાર પછી ઘણી જાતના સુવર્ણ કળશ વડે મોટા આડંબર યુક્ત સ્નાન કરાવ્યું. યાવત અમૂલ્ય આભૂષણોથી સુશોભિત કર્યો અને આશીર્વાદ આપે. હે નન્દ! તું શત્રુપક્ષ પર વિજય મેળવજે. દેવોની વચ્ચે જેમ ઈન્દ્ર શોભે તેમ તુ સ્વજનોની વચ્ચે શોભાયમાન થજે.” “તારાઓમાં ચંદ્રની જેમ, નાગોમાં ધરણની જેમ, મનુષ્યમાં ભરતની જેમ, તું દેદીપ્યમાન બનજે અને અનેક વર્ષો સુધી રાજ્યસુખ સંસારસુખનો ભક્તા બનીને દીર્ધાયુ થજે ” આવા મંગળ વચનોથી શોભતા શિવભદ્ર નામના રાજા હસ્તિનાપુર નગરની રાજગાદી પર રાજ્ય કરી રહ્યા છે.
* એમાં એ
દીપ્યમાન
સ દીર્ધાયું
ત્યારપછી તિથિ, નક્ષત્ર, કરણ, વેગ, લગ્ન અને નવમાંશને અનુકૂળ સમય આવ્યો ત્યારે શિવરાજાએ પોતાના મિત્ર,