________________
પ૦૫
શતક ૧૧મું ઃ ઉદ્દેશક-૯ તયાણા-છાલને આહાર કરનારા,
છારી-ફળોને ખાનારા aોનાણારી-કેવળ બીજ ભેજક
જીર્ણભૂત થયેલા કંદ, ફળ, પત્ર, પુષ્પને ખાનારા, દંડને ઊંચે રાખી ચાલનારા, વૃક્ષેનાં મૂળમાં બેસનારા, મંડળાકારે નિવાસ કરનારા, જંગલમાં રહેનારા, પાણીથી દિશાઓનું સિંચન કરી ફળફળાદિને આહાર કરનારા ઇત્યાદિક તાપસે ગંગા નદીના તટે રહેતા હતાં. તે બધા સુર્યના તડકામાં પંચાગ્નિ આતાપના કરનારા હતાં. આ પ્રમાણે આતાપનાનું સેવન કરીને ચણા સેકવાનાં પાત્રમાં શેકાતા ચણાની જેમ તથા કાષ્ઠના અગ્નિમાં પકાવવામાં આવતી વસ્તુની જેમ પોતાના શરીરને આતાપનાજન્ય પીડા આપનારા હતા.
આ બધા તાપમાંથી જે દિશાક્ષી તાપસ છે, તેમની પાસે જઈને મુંડિત થાઉં અને દિશા પ્રેક્ષક તાપસ રૂપ પ્રવ્રજ્યાને અગીકાર કરું અને પ્રવૃજિત થઈ હું આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરીશ “મારે નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરવી અને પારણના દિવસે પૂર્વાદિ કેઈપણ એક દિશામાથી જેટલાં ફળાદિક મળે તેનાથી પારણુ કરવુ ” આ વ્રતને દિશ ચક્રવાલ કહે છે. એક પારણામાં પૂર્વ દિશા તરફથી, બીજા પારણામાં દક્ષિણ આદિ ગમે તે દિશામાંથી લાવેલા ફળોનું પારણું કરવું. આ તપ કરનારે બંને હાથ ઉચા રાખીને ઉભા રહેવું પડે છે. આ પ્રમાણે શિવરાજાએ સંકલ્પ કર્યો.
બીજા દિવસના પ્રાત:કાળે તાપસધર્મને ચગ્ય પાત્રો, ચમચાઓ, તાંબાનું કમંડળ વગેરે તૈયાર કરાવ્યા પછી