________________
શતક અગિયારમું : ઉદ્દેશક–૯
શિવરાજ ઋષિની વક્તવ્યતા
તે કાળે તે સમયે હસ્તિનાપુર નામનું નગર હતુ તેની બહાર ઈશાન દિશામાં સહસ્સામ્રવન નામે ઉદ્યાન હતું, જે વસંત, હેમન્ત, ગ્રીષ્મ આદિ ઋતુઓના ફૂલે અને ફળોથી સંપન્ન હતુ . માટે ન દનવન કરતા પણ વધારે સુંદર હતું. શીતલ અને સુગધી હવાથી સોના મન પ્રસન્ન કરતું, તે ઉદ્યાન કંટાદિ ઉપદ્રવથી સર્વથા રહિત હતું
તે નગરમાં હિમાચલ પર્વતની જેમ શિવરાજા નામે રાજા હતે, મલયાચલ અને સુમેરૂ પર્વતની જેવી તેની શક્તિ હતી, ધારિણે નામે પટ્ટરાણી હતી, હાથપગના કમળ તળીયાવાળી તે રાણુને શિવભદ્ર નામે રાજકુંવર હતું, તે કુવર શરીરથી કમળ, ઉત્તમ લક્ષણોથી યુક્ત હતો. જેમ જેમ ઉમર વધતી ગઈ તેમ તેમ તેનુ મન રાષ્ટ્રનું નિરીક્ષણ કરવામાં, પૂજાનું ધ્યાન રાખવામાં દેશની આબાદી વધારવામાં કેન્દ્રિત થતું ગયુ, માટે પ્રજાને અતિપ્રિય તે કુમાર શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં પારંગત થયે.
એકદા શિવરાજાને રાત્રિના સમયમાં પોતાના રાજ્યની ચિંતા કરતાં એવા ભાવ જાગ્યા કે, મારા પૂર્વભવીય પુણ્ય કર્મોને લઈ મને રાજ્યઋદ્ધિ, પુત્ર પરિવાર આદિ મળ્યા છે, તેમજ તેમાં વૃદ્ધિ પણ થતી રહી છે આ બધું જે ભગવાઈ રહ્યું છે. તે પાપકર્મોની માફક વિજળીના ચમકારા જેવું છે, યુવાવસ્થા નદીના પ્રવાહ જેવી છે, કુટુંબ કબીલા આખના પલકારાની જેમ