________________
શતક અગ્યારમું : ઉદ્દેશક-૮
નલિન વનસ્પતિ માટેની વક્તવ્યતા :
દેવાધિદેવત્વને પ્રાપ્ત થયેલા માટે જ સમવસરણમાં બિરાજમાન આ ચાલુ અવસર્પિણ કાળના ચરમ તીર્થકર ભગવંત મહાવીરસ્વામીના અનન્ય અંતેવાસી ગૌતમ સ્વામીએ દેવાર્ય મહાવીરસ્વામીને સાદર વંદના કરતાં કહ્યું કે, હે પ્રભો ! અન ત જ્ઞાન અને અનંત દર્શનને પામેલા આપ શ્રીમંતના મુખેથી પ્રસારિત થયેલી વાણું જ વિષય અને કષાયના તાપમાં તપાઈ ગયેલા જગત જીવોને સમાધિ અને શાંતિ આપનારી છે, આનદ તથા મંગળ દેનારી છે, ઋદ્ધિ અને સમૃદ્ધિને કરાવનારી છે જેમ વૈશાખ અને જેઠ મહિનાના સૂર્યના તાપથી તપાઈ ગયેલા માનવેને અષાઢ મહિનાની મેઘધારાએ શું ઠંડક નથી આપતી? એજ પ્રમાણે પિતાના દુઃખથી દુખિત થયેલા, અપરાધેથી અપરાધિત બનેલા, કષાયેથી કષાયિત થયેલા, અને વિષયોથી વિષણ થયેલા સંસારના જીને હે પ્રભો! તમારી વાણી સિવાય બીજુ એક પણ આલંબન નથી જ.
ત્યારે જ પ્રતિદિવસ સાત સાત માણસોની હત્યા કરનારો અર્જુનમાળી, ચાર મહાહત્યા કરનારે દઢપ્રહારી, વિષય વાસનામાં લંપટ બનીને લોહી લુહાણ થયેલ ચિલાતીપુત્ર, નરકભૂમિની યોગ્યતાવાળા ચંડકૌશિક આદિનું શમન, તથા પાપી, કામી, પતિત, દલિત આદિ અગણિત પ્રાણ ને ઉદ્ધાર કરનાર આપની વાણી જ છે.