________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૭
४८ નિરાકરણવાદ આદિ વાદની પર પરાને જાણ્યા પછી જ તમારા યથાર્થવાદનું સત્યાર્થરૂપે દર્શન અમે કરી શક્યા છીએ.
આવી રીતે સ્તવના કરીને ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભો ! કર્ણિકા વનસ્પતિ માટે આપશ્રી શું કહે છે?
જવાબમા ભગવતે કહ્યું કે ઉત્પલસ્થ જીવની જેમ આના માટે પણ સમજી લેવું.
એટલે કે ૩૩ કારથી જે પ્રમાણે ઉત્પલ માટે કહેવાયું છે તે પ્રમાણે જ કર્ણિકા માટે જાણવું.
ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે સત્ય છે, અરિહંતોની વાણી સર્વથા સત્ય છે, યથાર્થ છે.
છેસાતમો ઉદ્દેશ સમાપ્ત . .