________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૬
૪૯૭ દેવના હાડ કે હાડકા ખાખરા કરી નાખું; પરંતુ સંસારના અદ્ધિતીય વૈદ્ધા જેવા હે મહાવીર સ્વામિન્ ! તમે જીવલેણ હુમલા કરનાર સંગમદેવ પ્રત્યે દયાભાવ લાવનારા બન્યા, અને આ તરંગ શત્રુ એવા ક્રોધભૂતને મારી મારીને સમૂળ નાશ કર્યો. સમતા ધર્મની ચરમ સીમાએં પહોચેલા એવા છે મારા નાથ! તમે મારા ભવભવને માટે સાર્થવાહ જેવા બનીને એવી શક્તિ મને પણ આપો, એવી મારી સવિનય પ્રાર્થના છે.
અને પ્રશ્ન પૂછતાં કહ્યું કે હે પ્રભે! પનામક વનસ્પતિમાં એક જીવ છે કે અનેક?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ ! ઉત્પલના વિષયની જેમ આ પદ માટે પણ જાણવું. અને ગૌતમ આદિ પિતાના સંયમમાં સાવધાન બન્યા.
દૂ છો ઉદ્દેશ સમાસ
-