________________
४८४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ 'અને પાછા ઉત્પલમાં જશે. આ રીતે જઘન્યથી બે ભવ કરી મનુષ્યાદિ ગતિમાં જાય છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવ સુધી રહે છે. કાળની અપેક્ષાએ જઘન્યથી બે અંતમુહર્ત સુધી અને વધારે અસ ખ્યાત કાળનું સેવન કરે છે.
આજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિકમાંથી ઉત્પલની પર્યાયમા ફરીથી આવનાર માટે જાણવું. વનસ્પતિકાયિક માટે જાણવાનું કે, ઉત્પલને જીવ પહેલા ભવે અપ્રકાયિક બને છે અને પછી પાછે ઉત્પલમાં જઈને મનુષ્યાદિ ગતિમાં આવે છે અને ઉત્કૃષ્ટથી અનંતભવ ગ્રહણ કરે છે.
કાળની અપેક્ષાએ એક અન્તર્મુહૂર્ત અપૂકાયમાં અને બીજું અન્તર્મુહુર્ત ઉત્પલમાં અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, આ પ્રમાણે કીન્દ્રિયાદિ માટે પણ મૂળસૂત્રથી જાણવું.
ઓગણત્રીશમ આહારદ્વાર-ઉત્પલી દ્રવ્યની અપે. ક્ષાએ અનંત પ્રદેશવાળા દ્રવ્યોને આહાર કરે છે. ક્ષેત્રથી અસ ખ્યા પ્રદેશમાં રહેલને આહાર કરે છે. પૃથ્વીકાયિકે સૂક્ષ્મ હોવાથી છએ દિશાઓમાંથી પણ આહાર ગ્રહણ કરે છે. પરંતુ ઉત્પલના જ બાદર હોવાથી સૂફમત્વના અભાવે છએ દિશાઓમાંથી આહાર લે છે. . ,
ત્રિીશમે સ્થિતિદ્વાર–ઉત્પલસ્થ જીવે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દશ હજાર વર્ષની સ્થિતિવાળા છે.
એકત્રીશમે સમુદ્યાતદ્વાર–આ જીવોને વેદના, કષાય અને મારણાંતિક સમુદુઘાત હોય છે.