________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧
૪૮૫ બત્રીસમે યવનદ્વાર–આ છે માર|તિક સમુદ્રઘાતથી સમવહત થઈને પણ મરે છે, અને અસમવહત થઈને પણ મરે છે.
તેત્રીસમો મૂળાદિકમાં ઉત્પત્તિરૂપ દ્વાર–ઉત્પલસ્થ જીવે પિતાને ચાલુ ભવ છોડીને એટલે કે ત્યાંથી મરીને કયાં ઉત્પન્ન થાય છે? શું તેઓ નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય છે?
જવાબમાં પ્રભુએ કહ્યું કે, તેઓ દેવગતિમાં કે નરક ગતિમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ તિય ચ કે મનુષ્ય ગતિમાં જન્મ લે છે.
આ પ્રમાણે તેત્રીસ કારોથી ઉત્પલને નિર્ણય કર્યા પછી ગૌતમસ્વામી ભગવંતને પૂછે છે કે, હે પ્રભે! સ સારવતી સમસ્ત પ્રાણીઓ, ભૂતે, જી અને સર્વે ઉત્પલના મૂળરૂપે, કંદરૂપે, નાલરૂપે, પાનરૂપે, કેશરરૂપે, કર્ણિકારૂપે કે ફળ-ફૂલરૂપે પહેલા કદી પણ ઉત્પન્ન થઈ ચૂક્યા છે ખરા ?
જવાબમાં ભગવંતે કહ્યું, હે ગૌતમ! સંસારના સમસ્ત જીવ ઉત્પલાદિરૂપે એક વાર બે વાર નહીં પણ અનંતવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે.
સારાંશ કે સંસાર અનંત છે, તેની માયા પણ અનંત છે, જીવ માત્રના ઉપાર્જિત કમૅ પણ અનંત છે, સાથે સાથ કર્મની સત્તા પણ અભેદ્ય તથા અકાઢે છે. આ કારણે જ હાથમાં હાથકડી, પગમા બેડી પડેલા મનુષ્યની જેમ જીવાત્મા પણ કર્મ સત્તાને પરાધીન છે, સર્વથા પરાધીન છે. તેથી અનાદિ કાળના આ સંસારમાં જીવાત્માએ અત્યાર સુધીમાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રને એક પણ ખુણે (પ્રદેશ), નદી-નાળા કે